Not Set/ વાવાઝોડાની સંભાવનાં વચ્ચે તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું દબાણ, હળવા ચક્રવાતમાં પરિવર્તિત થતાં ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના જોવાઇ રહી છે. થોડા સમયથી નબળું પડેલ અલ નિનો હવે ફરી મજબૂત થઇ રહ્યું છે, તેવી સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. અલ નિનો મોડોકી સિગ્નલ અને પીઓડી સિગ્નલ એક્ટિવ થઇ ગયું છે. આ ઉપરાંત આઇઓડી કે જેને ઇન્ડિયન નિનો તરીકે ઓળખવામાં આવ્યા […]

Top Stories Gujarat Others
vavajodu વાવાઝોડાની સંભાવનાં વચ્ચે તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું દબાણ, હળવા ચક્રવાતમાં પરિવર્તિત થતાં ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના જોવાઇ રહી છે. થોડા સમયથી નબળું પડેલ અલ નિનો હવે ફરી મજબૂત થઇ રહ્યું છે, તેવી સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. અલ નિનો મોડોકી સિગ્નલ અને પીઓડી સિગ્નલ એક્ટિવ થઇ ગયું છે. આ ઉપરાંત આઇઓડી કે જેને ઇન્ડિયન નિનો તરીકે ઓળખવામાં આવ્યા છે. તેની સાથે અલ નિનો તેમજ પીઓડીની ટક્કર થવાની સભાવનાને નજરમાં રાખતા આ ચોમાસામાં સારો વરસાદ પડે તેવી ધારણા હવામાન વિભાગ આપી રહ્યું છે.

vardha cyclone વાવાઝોડાની સંભાવનાં વચ્ચે તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ

બેં ચક્રવાતો વચ્ચે ટક્કરને કારણે અરબી સમૃદ્રમાં લો-પ્રેશર સર્જાયું છે. લો-પ્રશર ગુજરાતમાં વરસાદ લાવશે. લક્ષદ્વીપ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયુ હતું  તે આગળ વધીને ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. આ કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 જૂનથી વાતાવરણમાં પલટો થવાની શક્યતા છે. આ ઉપરાંત 12 અને 13ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુમા હવામાન વિભાગે પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે. તો ગુજરાતનાં તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.