Not Set/ મોત બાદ પણ શવની શારીરિક સ્થિતિમાં થાય છે ફેરફાર, જાણો

સાંભળીને થોડુ વિચિત્ર લાગશે કે વ્યક્તિ મૃત્યુ પછી પણ ‘બાજુ’ બદલવાથી લઇને તેની શારીરિક સ્થિતિમાં નોંધપાત્ર ફેરફારો કરી શકે છે, પરંતુ આ વાત સાચી છે અને વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી આ નવી શોધ ફોરેન્સિક નિષ્ણાતોની તપાસમાં એક સીમાચિહ્નરૂપ પથ્થર સાબિત થશે. ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર એલિસન વિલ્સનની આગેવાનીમાં વૈજ્ઞનિકોની ટીમે આ અંગે સંશોધન કર્યું […]

Health & Fitness
feetmorgue2102a મોત બાદ પણ શવની શારીરિક સ્થિતિમાં થાય છે ફેરફાર, જાણો

સાંભળીને થોડુ વિચિત્ર લાગશે કે વ્યક્તિ મૃત્યુ પછી પણ ‘બાજુ’ બદલવાથી લઇને તેની શારીરિક સ્થિતિમાં નોંધપાત્ર ફેરફારો કરી શકે છે, પરંતુ આ વાત સાચી છે અને વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી આ નવી શોધ ફોરેન્સિક નિષ્ણાતોની તપાસમાં એક સીમાચિહ્નરૂપ પથ્થર સાબિત થશે. ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર એલિસન વિલ્સનની આગેવાનીમાં વૈજ્ઞનિકોની ટીમે આ અંગે સંશોધન કર્યું છે, જેનો અહેવાલ ‘ફોરેન્સિક સાયન્સ ઇન્ટરનેશનલ સિનર્જી’ માં પ્રકાશિત થયો છે. નિષ્ણાતોની ટીમે કહ્યું છે કે, “મૃત્યુ પછી પણ માનવ શારીરિક અવસ્થા બદલાવાનું બંધ કરતો નથી.

Image result for after dead body will move

આ નવીનતમ તપાસ પહેલાં એવું માનવામાં આવતું હતું કે મૃત્યુ સમયે માનવ શરીર તે જ અવસ્થામાં મળી આવે છે. જ્યાં સુધી તેની છેડતી કરવામાં નહીં આવે ત્યાં સુધી તે પોતાનું સ્થાન બદલી શકશે નહીં. પરંતુ અમારા સંશોધન દ્વારા આ ધારણાને નકારી કાઢવામાં આવી છે. પ્રોફેસર વિલ્સને કહ્યું, એકવાર મેં જોયું કે એક શવમાં હરકતો કરી રહ્યુ છે. આ વિશે વિગતવાર જાણવા માટે મેં ઉંડો અભ્યાસ કર્યો હતો પરંતુ મને ક્યાંયથી કંઈ મળી શક્યું નહી. ત્યારબાદ મેં તેના પર સંશોધન કરવાનું નક્કી કર્યું. “નિષ્ણાતોની ટીમે કુદરતી રીતે મૃત વ્યક્તિને દાનમાં લીધેલા મૃતદેહ પર સંશોધન કરીને આ અનન્ય પરિણામ પ્રાપ્ત કર્યું છે.

autopsia મોત બાદ પણ શવની શારીરિક સ્થિતિમાં થાય છે ફેરફાર, જાણો

તેમણે લગભગ 17 મહિના સુધી મૃતદેહનાં સડવાની પ્રક્રિયાનો ફોટા લીધા અને શરીરનાં સંપૂર્ણપણે સડી ગયા બાદ તેની હિલચાલ રેકોર્ડ કરી હતી આ સમય દરમ્યાન તેમને મળ્યું કે શરીર હજુ પણ ગતિશીલ છે અને તેની સ્થિતિ બદલી રહ્યું છે. પ્રયોગ માટે તેમણે શરૂઆતમાં શરીરનાં હાથને તેના શરીરથી લગાવીને મુક્યા અને થોડા સમય પછી તેમણે જોયુ કે બંન્ને હાથ એક તરફ થઇ ગયા. તેમણે કહ્યું, “અમે સમજીએ છીએ કે શરીરમાં આ હરકત સડવાની પ્રક્રિયા દરમિયાન પરિક્ષણ તથી લિગામેન્ટ્સનાં સુકાઈ જવાના કારણે થઇ શકે છે.

Image result for after dead body will move

“તેમણે કહ્યું,” અમારી શોધ ફોરેન્સિક નિષ્ણાતોને મોટી મદદરૂપ સાબિત થશે. તેઓ ગુનાનાં દ્રશ્યનો યોગ્ય રીતે નકશો બનાવી શકશે, શવની ચોક્કસ સ્થિતિને સમજી શકશે અને મૃત્યુનાં કારણો વિશે સચોટ માહિતી મેળવી શકશે. માનવામાં આવે છે કે મૃત્યુ પછી સડો થવાની વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન માનવ શરીરમાં થતા કુદરતી પરિવર્તન વિશે જાણવા માટે આ પહેલીવાર કરવામાં આવેલ પ્રયાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.