Not Set/ પીએમ મોદી અહીં તમને શીખવાડી રહ્યાં છે વજ્રાસન,જુઓ Video

દિલ્હી, પીએમ નરેન્દ્ર મોદીની યોગાસનની સિરીઝમાં વજ્રાસન કરવાની રીત અને તેના ફાયદા બતાવ્યા હતા.પીએમ મોદીની હાલ યોગસનોની એનિમેશન સિરીઝ ચાલે છે.યોગસનોની અલગ અલગ રીતોને તેમના ટ્વિટર એકાઉન્ટ @narendramodi પર YogaDay2019 હેશટેગ સાથે ટ્વીટ કરવામાં આવે છે. પીએમ મોદીની યોગસનોની સિરિઝને 5 જૂનથી શરૂ કરવામાં આવી હતી.આ સિરીઝમાં રોજ એક યોગાસન કરવાની રીત અને તેના ફાયદાને […]

Health & Fitness Lifestyle
gdxZKbbxc 12 પીએમ મોદી અહીં તમને શીખવાડી રહ્યાં છે વજ્રાસન,જુઓ Video

દિલ્હી,

પીએમ નરેન્દ્ર મોદીની યોગાસનની સિરીઝમાં વજ્રાસન કરવાની રીત અને તેના ફાયદા બતાવ્યા હતા.પીએમ મોદીની હાલ યોગસનોની એનિમેશન સિરીઝ ચાલે છે.યોગસનોની અલગ અલગ રીતોને તેમના ટ્વિટર એકાઉન્ટ @narendramodi પર YogaDay2019 હેશટેગ સાથે ટ્વીટ કરવામાં આવે છે.

પીએમ મોદીની યોગસનોની સિરિઝને 5 જૂનથી શરૂ કરવામાં આવી હતી.આ સિરીઝમાં રોજ એક યોગાસન કરવાની રીત અને તેના ફાયદાને લોકો સમક્ષ મુકવામાં આવે છે.આ સિરીઝમાં અત્યાર સુધી 9 આસનો વિશે જણાવવામાં આવ્યું છે.

વજ્રાસનનો વીડિયો પોસ્ટ થયાના 3 કલાકમાં 36 હજાર વાર જોવામાં આવ્યો છે.

આ એનિમેટેડ વીડિયોમાં વજ્રાસનની એક એક પધ્ધતિઓને બારીકાઈથી બતાવવામાં આવી છે.પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું છે કે વજ્રાસન કરવાના બે લાભ છે,સારું બ્લડસર્ક્યુલેશન અને પાચનતંત્ર. શુ તમે આનો અભ્યાસ કરો છો.જો નથી કરતા તો કોની રાહ જોઈ રહ્યા છો.

શું છે વજ્રાસન…

આ યોગ આસનનું નામ આ આસનને કર્ત્તા સમયે બનેલા આકારથી નીકળે છે. હીરાનો આકાર અથવા વ્રજનો આકાર, તે વજ્રાસનાનું નામ આપે છે. તમે વજ્રાસનમાં બેસીને પ્રાણાયામ કરી શકો છો.

વજ્રાસનના ફાયદા…

આ આસનને કરવાથી પેટના નીચેના ભાગમાં રક્ત પરિભ્રમણ વધારે છે, જેનાથી પાચનમાં સુધાર આવે છે. ખોરાક ખાધા પછી વજ્રાસનમાં બેસવાથી પાચન સારું થાય છે. વધુ વાયુ દોષ અથવા પીડામાં રાહત મળે છે. પગ અને જાંઘની નસો મજબૂત થાય છે.

ઘૂંટણ અને એડીના જોડ લચીલી બને છે, વજ્રાસનમાં કરોડરજ્જુ ઓછા પ્રયત્નોથી સીધું રહે છે. આ આસનમાં પ્રાણાયામ કરવું ફાયદાકારક છે.