મોરબી/ રામનવમીના પર્વ પર ફરાળી વાનગી ખાધા બાદ 25 જેટલા લોકોને ફુડ પોઈઝનિંગ

મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતા લોકોએ ફરાળીલોટમાંથી બનેલ ફરાળી વાનગી ખાધી હતી.અને ત્યાર બાદ 25 જેટલા લોકોફૂડ પોઈઝનિગ થયું હતું

Gujarat Others
ફુડ પોઈઝનિંગ

મોરબીમાં ફરાળી ખાધા બાદ 25 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ હોવાનું સામે આવ્યુ છે. ફરાળી લોટની રોટલી ખાદ્યા બાદ લોકોને ઉલ્ટી થઈ હતી. જ્યારે ફૂટ પોઈઝનિંગ થતા 25 જેટાલા લોકોને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ એક મહિલાને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મોરબી શહેરમાં રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ કોઈએ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કર્યા હતા. જોકે ફરાળી લોટને કારણે મોરબીમાં અનેક લોકોને ફૂડ પોઈઝનીંગ થયાનું સામે આવ્યું છે. જેથી કરીને 20થી વધુ લોકોને ઉલ્ટી તથા ચક્કર આવવા લાગ્યા હતા. જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પીટલ, નક્ષત્ર હોસ્પીટલ સહિતના સ્થળે લઈને આવ્યા હતા. જ્યારે એક મહિલાને વધુ સારવારમાં માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મામલે સવાલો ઉઠયા છે.

આ તરફ પંચમહાલમાં ગોધરા SRP ગ્રુપ 5 ખાતે તાલીમાર્થી યુવાનોને પણ ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. ગઈકાલે રાત્રે રોજિંદા ક્રમ મુજબ ભોજન બાદ 18 યુવાનોને ઉલટી, ઉબકા અને માથું દુખવા સહિતની અસર થઈ છે. યુવાનોની તબિયત લથડતા તેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. હાલમાં તમામ તાલીમાર્થી યુવાનોની તબિયત સુધારા પર છે.

આ પણ વાંચો:ચૈતર વસાવાની ચેલેન્જને ભાજપના સાંસદે સ્વીકારી, કહ્યું, હું રાજપીપળા આવીશ

આ પણ વાંચો:IASના દાદા-દાદીએ કર્યો આપઘાત, 30 કરોડની સંપત્તિ હોવા છતાં ન આપતો હતો જમવાનું…

આ પણ વાંચો:પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ બંધ થવાના આરે? જાણો શા માટે દેશ છોડવા મજબૂર બન્યા પાયલોટ્સ

આ પણ વાંચો:વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એકશનમાં, 14થી વધુ લોકોની કરવામાં આવી અટકાયત, પોલીસ કાફલો ખડકાયો

આ પણ વાંચો:વડોદરાના ફતેપુરામાં જૂથ અથડામણ, ભગવાન રામની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ