Not Set/ કિંજલ દવેની ‘ચાર બંગડીવાળી ગાડી’ને પોલીસે કરી કબ્જે, હત્યા અને અપહરણમાં વપરાયાની આશંકા

અમદાવાદઃ ગુજરાતી આલ્બમ ‘ચાર બંગડીવાળી ગાડી..’ માં વપરાયેલી ઓડી ગાડીને પોલીસે કબ્જે કરી છે. આ ગાડીનો ઉપયોગ વટવામાં અપહરણ અને હત્યામાં કરવામાં આવ્યો હોવાની આશંકા છે. 6 મહિના પહેલા વટવામાં આવેલા યોસર ગામડી વિસ્તારમાં યુવકની હત્યા થઇ હતી. આ ગાડી ગુજરાતી સિંગર કિંજલ દવે દ્વારા ગાવવામાં આવેલ “ચાર ચાર બંગડીવાળી ગાડી..”  સોંગ્સ હાલમાં ખૂબ જાણીતું […]

Gujarat
ranbir kapoor sanjay dutt 650x400 51486534892 2 કિંજલ દવેની 'ચાર બંગડીવાળી ગાડી'ને પોલીસે કરી કબ્જે, હત્યા અને અપહરણમાં વપરાયાની આશંકા

અમદાવાદઃ ગુજરાતી આલ્બમ ‘ચાર બંગડીવાળી ગાડી..’ માં વપરાયેલી ઓડી ગાડીને પોલીસે કબ્જે કરી છે. આ ગાડીનો ઉપયોગ વટવામાં અપહરણ અને હત્યામાં કરવામાં આવ્યો હોવાની આશંકા છે. 6 મહિના પહેલા વટવામાં આવેલા યોસર ગામડી વિસ્તારમાં યુવકની હત્યા થઇ હતી.

આ ગાડી ગુજરાતી સિંગર કિંજલ દવે દ્વારા ગાવવામાં આવેલ “ચાર ચાર બંગડીવાળી ગાડી..”  સોંગ્સ હાલમાં ખૂબ જાણીતું બન્યું છે. તેમા વપરાઇ હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે થોડાક મહિના અગાઉ સુરેન્દ્રનગર વિસ્તારમાંથી એક યુવક યુવતીને ભગાડીને લઇ ગયો હતો ત્યાર બાદ તે યુવકને અપહરણ કરીને વટવા વિસ્તારમાં લવાયો હતો. જ્યાં તેને માર મારીને વટવા વિસ્તારના રોકડા ગામ પાસે ફેંકી દેવાયો હતો. પોલીસને આ સ્થળેથી યુવકની લાશ મળી હતી. પોલીસ તપાસના અંતે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ અપહરણ કરવા માટે જે કાર ઉપયોગ કર્યો હતો તે તાજેતરમાં કિંજલ દવેના આલ્બમ ચાર બંગડીવાળી ગાડી…માં દેખાઇ હતી. વટવા પોલીસે તાજેતરમાં જ તે કાર પણ કબજે કરી છે. હાલ આ સમગ્ર પ્રકરણમાં કારની માલિકી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.