સાચી શ્રદ્ધાંજલિ/ મોરબી દુર્ઘટના બાબતે બાર એસોશિએશને લીધો આ મોટો નિર્ણય, કહ્યું..

મોરબીના બાર એસોશિએશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નક્કી કરાયું છે કે આરોપીઓ તરફથી કોઈ પણ વકીલ કેસ લડશે નહીં

Top Stories Gujarat Others
6 મોરબી દુર્ઘટના બાબતે બાર એસોશિએશને લીધો આ મોટો નિર્ણય, કહ્યું..

મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા. ઘણા પરિવારો સાવ વિખેરાઈ ગયા અને સમગ્ર ગુજરાત શોકમાં ગરકાવ થઈ ગયું. આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી અને 9 આરોપીઓની ધરપકડ કરી લીધી. આ ઘટનામાં મોરબીના બાર એસોશિએશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નક્કી કરાયું છે કે આરોપીઓ તરફથી કોઈ પણ વકીલ કેસ લડશે નહીં.

તો બીજી બાજુ વકીલોએ આ મામલામાં જવાબદારોને સરલતા આપવા જિલ્લા બહારથી વકીલ લેવાની તંત્ર તજવીજ કરી રહ્યું છે. જેમાં આરોપીઓ તરફથી સુરેન્દ્રનગરના વકીલની મદદ લેવામાં આવી હોવાની જાણકારીઓ સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે રવિવારનો દિવસ મોરબી માટે ગોજારો પુરવાર થયો હતો.પુલની ક્ષમતા 100 લોકોની હતી પરંતુ જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે પુલ પર 400થી વધુ લોકો હાજર હતા. જેના કારણે પુલ વધારે હલી રહ્યો હતો અને  પુલને જકડીને રાખનારા તાર તૂટી ગયા અને જોતજોતામાં પુલ તુટી ગયો.

નોંધનીય છે કે આ ઘટનામાં 9 લોકોની ધરપકડ થઈ છે, જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ, અન્ય એક મેનેજર નવીન દવે, ટિકિટ ક્લાર્ક મનસુખ ટોપિયા, ટિકિટ ક્લાર્ક મદન સોલંકી, બ્રિજ રિપેરિંગ કોન્ટ્રાક્ટર પ્રકાશ પરમાર અને અન્ય એક કોન્ટ્રાક્ટર દેવાંગ પરમારનો સમાવેસ થાય છે. આ ઉપરાંત અન્ય ત્રણ સિક્યૂરિટી ગાર્ડ્સની પણ પોલીસે ધરપકડ કરી છે. આ મામલામાં મોરબી બાર એસોશિએશને નક્કી કર્યું છે કે તેમના કોઈ વકીલ આ કેસના આરોપીઓ તરફથી લડશે નહીં.

જ્યારે આ બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ બ્રિજનું કામ સંભાળનાર એજન્સી સામે કલમ 304, 308, અને 114 પ્રમાણે ક્રિમિનલ કેસ દાખલ કરાયો છે. જેની પણ તપાસ આજે શરૂ કરવામાં આવશે. તપાસ પછી સામે આવેલા દોષિતો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.