Not Set/ શ્રીલંકામાં થયેલા હુમલા બાદ સુરક્ષોબળોએ ઇસ્લામિક ઠેકાણા પર કરી સખત કાર્યવાહી, 15 આતંકીઓને કર્યા ઢેર

નવી દિલ્હી, શ્રીલંકામાં અત્યારસુધીનાં સૌથી ભયાવહ આતંકી હુમલા બાદ હવે સુરક્ષાબળોએ મોરચો સંભાળ્યો છે. તેમણે ઇસ્ટર્ન પ્રાંતનાં વિસ્તારમાં આતંકીઓનાં ઠેકાણા પર સખત કાર્યવાહી કરતા 15 લોકોને ઢેર કરી દીધા છે. આ કાર્યવાહી શ્રીલંકામાં સુફી મસ્જિદોને બોમ્બથી ઉડાવવાની ચેતવણી બાદ લેવામાં આવી છે. શ્રીલંકામાં આતંકી હુમલાને અંજામ આપનાર આતંકીઓ પર હવે સુરક્ષાબળોએ લાલ આંખ કરી છે. […]

World
sril lanka blasts AP 545 શ્રીલંકામાં થયેલા હુમલા બાદ સુરક્ષોબળોએ ઇસ્લામિક ઠેકાણા પર કરી સખત કાર્યવાહી, 15 આતંકીઓને કર્યા ઢેર

નવી દિલ્હી,

શ્રીલંકામાં અત્યારસુધીનાં સૌથી ભયાવહ આતંકી હુમલા બાદ હવે સુરક્ષાબળોએ મોરચો સંભાળ્યો છે. તેમણે ઇસ્ટર્ન પ્રાંતનાં વિસ્તારમાં આતંકીઓનાં ઠેકાણા પર સખત કાર્યવાહી કરતા 15 લોકોને ઢેર કરી દીધા છે. આ કાર્યવાહી શ્રીલંકામાં સુફી મસ્જિદોને બોમ્બથી ઉડાવવાની ચેતવણી બાદ લેવામાં આવી છે.

શ્રીલંકામાં આતંકી હુમલાને અંજામ આપનાર આતંકીઓ પર હવે સુરક્ષાબળોએ લાલ આંખ કરી છે. સુરક્ષાબળોએ અહી ઇસ્લામિક સ્ટેટનાં ઠેકાણા પર દરોડા પાડ્યા છે. આ પહેલા શ્રીલંકા પોલીસને શુક્રવારે એક ચેતવણી જાહેર કરી હતી. જેમા કહેવામાં આવ્યુ હતુ કે, અમુક ઇસ્લામિક ચરમપંથી દેશમાં સુફી મસ્જિદોને બોમ્બથી ઉડાવવાનું ષડયંત્ર કરી રહ્યા છે. જેનો જવાબ આપવા શ્રીલંકાનાં સુરક્ષાદળોએ દેશનાં પૂર્વ ભાગમાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકીઓનાં ઠેકાણા પર દરોડા પાડ્યા હતા.જેમા 15 લોકો ઢેર થઇ ગયા છે.

ઉલ્લખનીય છે કે આ પહેલા શ્રીલંકામાં એક પછી એક 8 બોમ્બ બ્લાસ્ટમાં 300થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેના જવાબમાં હવે શ્રીલંકા પોલીસે સગન તપાસ શરૂ કરતા કાર્યવાહીને આગળ વધારી છે.