જીનેવા
દુનિયાનો સૌથી દુર્લભ ડાયમંડ કરોડોની કિંમતમાં વહેચાયો છે.
દુર્લભ પિંક લેગેસી ડાયમંડ રેકોર્ડ 365 કરોડ રૂપિયા ( 5 કરોડ ડોલર ) માં વેચાયો છે . આ બોલી કોઈ પણ પિંક ડાયમંડ માટે વિશ્વની સૌથી મોટી બોલી છે.
આ ગુલાબી રંગનો હીરો સૌથી ઉંચા રેટિંગનો છે. આ હીરાને પ્લેટિનિયમની વીંટીમાં જડવામાં આવ્યો છે .
તમને જણાવી દઈએ કે આ પિંક લગેસી હીરો 19 કરેટનો છે એટલે કે 19 કરોડ રૂપિયા પ્રતિ કેરેટથી વધુના ભાવે વેચાયો છે
આ હીરાને અમેરિકાના લક્ઝરી જવેલર હેરી વિંસ્ટને ખરીદ્યો છે. જીનેવા જવેલરી સેલમાં ક્રિસ્ટીજ ઓક્શન હાઉસે મંગળવારે તેની હરાજી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ નવેમ્બર 2017 માં 15 કેરેટના પિંક પ્રોમિસ હીરાની 237.25 કરોડ રૂપિયા (3.25 કરોડ ડોલર ) માં હરાજી કરવામાં આવી હતી.
પિંક લેગેસીને ખરીદનાર હૈરી વિંસ્ટન જવેલર તેનું નામ બદલીને ” ધ વિંસ્ટન પિંક લેગેસી ‘ રાખી દેશે.
હેરી વિસ્ટનને ડાયમંડ જવેલરી અને લક્ઝરી ઘડિયાળોનો બિઝનેસ કરનારી અમેરિકાની કંપની છે.