Not Set/ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ વચ્ચે છે આ તફાવત, જાણો કઈ વધુ સારી

ચોકલેટ ડે વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. એકવાર 9મી ફેબ્રુઆરીએ એટલે કે વેલેન્ટાઈન વીક દરમિયાન ચોકલેટ ડે ઉજવાય છે અને બીજું, યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ દર વર્ષે નેશનલ ચોકલેટ ડે ઉજવવામાં આવે છે

Health & Fitness Trending Lifestyle
15 3 ચોકલેટ અને ડાર્ક ચોકલેટ વચ્ચે છે આ તફાવત, જાણો કઈ વધુ સારી

ચોકલેટ ડે વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. એકવાર 9મી ફેબ્રુઆરીએ એટલે કે વેલેન્ટાઈન વીક દરમિયાન ચોકલેટ ડે ઉજવાય છે અને બીજું, યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ દર વર્ષે નેશનલ ચોકલેટ ડે ઉજવવામાં આવે છે, જેનો જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે અને આ દરમિયાન જબરદસ્ત ઉજવણી થાય છે. આપણા દેશની વાત કરીએ તો, ચોકલેટ આપણી દેશી મીઠાઈઓનો સરળ વિકલ્પ બની ગયો છે. ઘરમાં દરેક સમયે મીઠાઈ રાખવી શક્ય નથી, પરંતુ જ્યારે પણ તમને કંઈક મીઠી ખાવાનું મન થાય ત્યારે ચોકલેટનો સ્વાદ ગમે ત્યારે માણી શકાય છે.

જોકે ચોકલેટ એક નહીં પણ અનેક પ્રકારની હોય છે. પરંતુ મોટાભાગની ચોકલેટ્સમાં એક મુખ્ય તફાવત છે, જે તેમના સ્વાદનો આધાર બદલવાનું કામ કરે છે. ચોકલેટમાં રહેલા દૂધના ઘન અથવા કોકો સોલિડ્સની વધુ માત્રા તેમની વચ્ચેનો તફાવત નક્કી કરે છે અને તેને મિલ્ક ચોકલેટ અને ડાર્ક ચોકલેટ બનાવે છે. જે ચોકલેટમાં દૂધનું ઘન વધુ હોય છે, તે મીઠી હોય છે જેને મિલ્ક ચોકલેટ કહેવામાં આવે છે. જયારે જે ચોકલેટમાં વધુ કોકો ઘન હોય છે તેને ડાર્ક ચોકલેટ કહેવામાં આવે છે અને તેના સ્વાદમાં થોડી કડવાશ હોય છે.

હવે સવાલ એ થાય છે કે કઈ ચોકલેટ  વધુ ફાયદાકારક છે. તો  મિલ્ક ચોકલેટ સામાન્ય રીતે બાળકો માટે બનાવવામાં આવે છે. જેથી તેમની મીઠાઈઓ ખાવાની ઈચ્છા સંતોષાઇ શકે. જોકે દરેક ઉંમરના લોકોને આ ચોકલેટ ખાવી ગમે છે. મિલ્ક ચોકલેટનો સ્વાદ અને ટેક્સચર વિવિધ પ્રકારના ફિલર ઉમેરીને બદલાય છે. જેથી તે વેરાયટી તૈયાર કરી શકાય. ચોકલેટ મીઠાઈઓ ખાવાની ઇચ્છાને શાંત કરવાનો આ એક સારો માર્ગ છે. જો કે, ડાર્ક ચોકલેટ  સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. આ ચોકલેટ સ્વાસ્થ્ય અને સુંદરતાને ઘણી રીતે ફાયદો કરે છે. તેથી જો ચોકલેટ ખાવાનું પસંદ છે તો  રૂટીનમાં ડાર્ક ચોકલેટનો સમાવેશ કરો તો સારું રહેશે.

ચોકલેટ ખાવાના ફાયદા

ચોકલેટ ડોપામાઈન હોર્મોનના સ્ત્રાવને વધારવામાં મદદ કરે છે. તેને ખાવાથી મૂડ સુધરે છે અને પ્રસન્નતા અનુભવાય છે. ચોકલેટમાં જોવા મળતો કોકો  ત્વચાના કોષોનું આયુષ્ય વધારવાનું કામ કરે છે અને તણાવની અસરને દૂર કરે છે. ત્વચાને વધુ ચમકદાર અને યુવાન બનાવે છે. એટલુ જ નહીં ચોકલેટ ખાવાથી તરત જ ઉર્જાનો અહેસાસ થાય છે. કારણ કે ખાંડ અને કોકોના કારણે તે શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે, જેના કારણે થાક દૂર થાય છે અને નવી તાજગીનો અનુભવ થાય છે. ચોકલેટનો માત્ર એક નાનો ટુકડો ખાઈને  મીઠાઈની તૃષ્ણાને સંતોષી શકાય છે.

તો આ ચોકલેટ ડે પર આપો તમરા પ્રિયજનને ચોકલેટ અને સ્વાસ્થય સાથે પ્રેમની લાગણીને પણ પ્રગટ કરો. હેપી ચોકલેટ ડે..