Not Set/ “ફોર્ચ્યુન ૪૦” : દુનિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં આ ૪ ભારતીયોએ મેળવ્યું સ્થાન

નવી દિલ્હી, વર્લ્ડના પ્રખ્યાત મેગેઝીન ફોર્ચ્યુન દ્વારા બિઝનેશની દુનિયાના ૪૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની એક યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં ભારતીયો મૂળના ચાર વ્યક્તિઓએ મેદાન માર્યું છે. આ ચાર બિઝનેશમેન માંથી ત્રણ મહિલાઓ છે. ફોર્ચ્યુન દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ અને ઈન્સ્ટાગ્રામના કો-ફાઉન્ડર કેવિન સિસ્ટ્રોમે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન હાંસલ […]

India Trending
gm "ફોર્ચ્યુન ૪૦" : દુનિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં આ ૪ ભારતીયોએ મેળવ્યું સ્થાન

નવી દિલ્હી,

વર્લ્ડના પ્રખ્યાત મેગેઝીન ફોર્ચ્યુન દ્વારા બિઝનેશની દુનિયાના ૪૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની એક યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં ભારતીયો મૂળના ચાર વ્યક્તિઓએ મેદાન માર્યું છે. આ ચાર બિઝનેશમેન માંથી ત્રણ મહિલાઓ છે.

ફોર્ચ્યુન દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ અને ઈન્સ્ટાગ્રામના કો-ફાઉન્ડર કેવિન સિસ્ટ્રોમે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

ફોર્ચ્યુનની આ યાદીમાં સ્થાન પામનારા ભારતીય મૂળના ચાર વ્યક્તિઓમાં અમેરિકાની સૌથી મોટી ઓટો કંપની જનરલ મોટર્સના દિવ્યા સૂર્યદેવરાએ ચોથું, વીમિયોના CEO અંજલી સૂદે ૧૪મું, રોબિનહુડના કો-ફાઉન્ડર બૈજુ ભટ્ટે ૨૪મું અને ફિમેલ ફાઉન્ડર ફંડના ફાઉન્ડીંગ પાર્ટનર અનુ દુગ્ગલે ૩૨મુ સ્થાન હાંસલ કર્યું છે.

આ પહેલીવાર હે જયારે ફોર્ચ્યુન દ્વારા સૌથી પ્રભાવશાળી અને યુવાન મહાનાયકોની પુરક સન્માન યાદી તૈયાર કરી છે. જેમાં એ યુવાનોને શામેલ કરવામાં આવ્યા છે જે વેપારમાં નાણાકીય અને ટેકનોલોજી દ્વારા ફેરફાર લાવી રહ્યા છે.

ફોર્ચ્યુનની ‘લિઝર ૪૦ અન્ડર ૪૦ લિસ્ટ”માં કરન્સી એક્સચેન્જ અને રેમિટેન્સ નેટવર્ક કંપની રિપ્પલના આશિષ બિડલાએ પોતાની જગ્યા બનાવી છે. આ ઉપરાંત કોનઇબેસના ચીફ ટેકનોલોજી ઓફિસર બાલાજી શ્રીનિવાસ, MIT ડિજિટલ કરન્સીના નેહા નરુલા અને કોઈનબેસના ટીના ભટનાગરનું નામ આ યાદીમાં છે.