Not Set/ રક્ત : સશક્ત !

બે ભાઈઓ વચ્ચે કોર્ટ કેસ ચાલતો હતો. બંન્ને ભાઈ એક જ બાઈક પર બેસીને કોર્ટમાં જાય. મોટાભાઈ કહે ભલે આપણી વચ્ચે મતભેદ છે પણ મારા મનમાં કોઈ મનભેદ નથી,

Trending
નિલેશ

આજના સમયમાં અહમનો ટકરાવ લગભગ દરેક સંબંઘની તિરાડનું કારણ બન્યો છે. વ્યવસાયિક સંબંઘ હોય કે લાગણીનો, લોહીનો સંબંધ હોય કે સમાજે બાંધેલુ લગ્નનું બંધન : લગભગ દરેક વ્યક્તિ એકબીજાને એક જ સવાલ પૂછે છે, હું શા માટે સહન કરું !? સ્નેહમાં સહન શબ્દ નથી. પ્રેમમાં પરાણે શબ્દ નથી. આ વાત સમજવા કદાચ નીચે મુજબનો  એક દાખલો સહાયક બની શકે.

બે ભાઈઓ વચ્ચે કોર્ટ કેસ ચાલતો હતો. બંન્ને ભાઈ એક જ બાઈક પર બેસીને કોર્ટમાં જાય. મોટાભાઈ કહે ભલે આપણી વચ્ચે મતભેદ છે પણ મારા મનમાં કોઈ મનભેદ નથી, એટલે આપણે એકજ બાઈક પર બેસીને જઈએ એટલે ગામને ખબર ન પડે કે આપણે બે ભાઈઓ આપસમાં બોલતા નથી.

નાનો ભાઈ કહે : ભાઈ, તમે કહો તેમ પણ કેસ તો હું જ જીતીશ. મોટા ભાઈ કહે, “ભલે, તું જીતજે.”

પછી તો દર મહીને એક જ બાઈક પર બેસીને કોર્ટમાં જાય. એક દિવસ એવી ઘટના બની કે નાનો ભાઈ કોર્ટની બહાર આવીને એના ચપ્પલ શોધે છે પણ મળતા નથી – એટલે મોટા ભાઈ નાના ભાઈને પુછે છે કે, ભાઈ શું શોધે છે ? ત્યારે નાના ભાઈએ કીધું કે, ભાઈ મારા ચપ્પલ નથી મળતા. આપણે અંદર ગયા ત્યારે અહીં જ કાઢીને રાખ્યા હતા. મોટાભાઈએ કહ્યું : “ભાઈ, તારા ચપ્પલ મેં છાંયડે રાખ્યા છે. હું કેસની વચ્ચે બહાર આવ્યો ત્યારે જોયું તો તડકો આવી ગયો હતો એટલે મને થયું કે મારા ભાઈના પગ ન બળે  એટલા માટે મેં તારા ચપ્પલ છાંયડે મુકયા છે.

આ સાંભળી નાનાભાઈએ કેસના બધા કાગળીયા ફાડી નાંખ્યા અને મોટા ભાઈને ભેટીને રડી પડયો ને બોલ્યો, ભાઈ, મને માફ કરજે ! હું બીજાના કહેવાથી કોર્ટમાં ભાઈ વિરુધ્ધ લડવા આવ્યો હતો પણ આજે મને ખબર પડી કે જે ભાઈ મારા પગ નથી બળવા દેતો એ કોઈ દિવસ મારા વિશે ખરાબ ન જ વિચારે કે ન તો ખરાબ બોલી શકે. દુનિયા ભલે ગમે તેમ બોલે. પણ ભાઈ ભાઈ જ હોય છે,

પછી સગો ભાઈ હોય કે સમાજનો ભાઈ ! વાતનો ધ્યેય : એક બનીએ – નેક બનીએ : આજના સમયની માંગ છે.

સૌ ખુદના ખોટા વલણથી, ખોટી વિચારસરણીથી, વિરોધી માન્યતાઓને પકડીને બંધાયેલા છે. આવી વ્યક્તિ સત્યને ખોટી ને જૂઠ્ઠાણાને સત્ય માને છે. તે બેવડું જીવન જીવે છે. તેમના આદર્શો કઈંક જુદા ને આચરણ કઈંક જુદુ. બંને વચ્ચે લાંબુ અંતર. તેથી મહત્વનું એ છે કે જ્યારે પણ મનુષ્યનું મન જાગૃત થાય, ત્યારે લક્ષ્ય પહેલા નક્કી કરે. ઉદ્દેશ્ય વિના માઈલો સુધી ચાલવું ફક્ત થાક અને હતાશા જ આપશે.

સ્વતંત્ર અસ્તિત્વ માટે માણસ પાસે હોવી જરૂરી છે સ્વ-ઓળખ, સમજણયુક્ત દ્રષ્ટિકોણ, સ્થળ, પરિસ્થિતી, સમય, વ્યક્તિની યોગ્ય ઓળખ, મજબૂત નિર્ણયશક્તિ, નક્કી કરેલા રસ્તે ચાલી નીકળવા માટેની સંપૂર્ણ તૈયારી, અસીમ, સ્વતંત્ર ને અમર્યાદિત આત્મવિશ્વાસ. વિચારસરણીઓ સૌને કુંઠીત માન્યતાઓમાંથી મુક્ત કરી શકશે.

આપણાં જુના તથા વિચાર વગરના રોજીંદા કાર્યો પણ આ દાખલાને અનુરુપ છે ! જાગ રે માનવ જાગ – ખરી દિશામાં કામે લાગ.

આ પણ વાંચો : ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં 165 ગુણી ધાણા ભરેલ ટ્રકની ચોરી, 3 આરોપીની

આ પણ વાંચો :રક્ષા યુનિવર્સિટી દેશ માટે ઘરેણું છે : PM મોદી

આ પણ વાંચો : PM મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, અહીં જાણો સમગ્ર કાર્યક્રમની વિગત

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, દાંડીમાર્ચ સાયકલ યાત્રામાં આપી હાજરી