Not Set/ ચહેરાની ઓળખથી થશે હવે એરપોર્ટમાં એન્ટ્રી, જાણો, શું છે આ નવી ટેકનિક

નવી દિલ્હી, દેશની હવાઈ યાત્રીઓ હવે ટુંક જ સમયમાં પોતાના ચહેરાની ઓળખથી એરપોર્ટમાં પ્રવેશ કરી શકશે. સરકાર દ્વારા પોતાની ડિજિ યાત્રા પહેલના ભાગરૂપે આ સુવિધા આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. ડિજિ યાત્રા હેઠળ ટુંક જ સમયમાં દેશના એરપોર્ટ ઉપર એન્ટ્રી કરવા પ્રક્રિયા સહેલી કરવામાં આવશે. ફેશલ રિકગ્નીશન ટેકનિક હેઠળ તમારો ચહરો જ બોર્ડિંગ પાસનું […]

Trending Business
flight ચહેરાની ઓળખથી થશે હવે એરપોર્ટમાં એન્ટ્રી, જાણો, શું છે આ નવી ટેકનિક

નવી દિલ્હી,

દેશની હવાઈ યાત્રીઓ હવે ટુંક જ સમયમાં પોતાના ચહેરાની ઓળખથી એરપોર્ટમાં પ્રવેશ કરી શકશે. સરકાર દ્વારા પોતાની ડિજિ યાત્રા પહેલના ભાગરૂપે આ સુવિધા આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ડિજિ યાત્રા હેઠળ ટુંક જ સમયમાં દેશના એરપોર્ટ ઉપર એન્ટ્રી કરવા પ્રક્રિયા સહેલી કરવામાં આવશે. ફેશલ રિકગ્નીશન ટેકનિક હેઠળ તમારો ચહરો જ બોર્ડિંગ પાસનું કામ કરશે.]

1538644698 ચહેરાની ઓળખથી થશે હવે એરપોર્ટમાં એન્ટ્રી, જાણો, શું છે આ નવી ટેકનિક
business-digi-yatra-face-boarding-pass-entry-airports-facial-recognition-biometric

યાત્રીનો ચહેરો ઓળખવાની સુવિધા ડિજિટલ અને બાયોમેટ્રિક આધારિત હશે. આ સુવિધા દ્વારા એરપોર્ટ પર એન્ટ્રી અને અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે મદદરૂપ થશે.

આ ખાસ યોજના હેઠળ યાત્રીઓ માટે એક કેન્દ્રિત નોંધણી સિસ્ટમ સ્થાપિત કરવામના આવશે અને તમામ યાત્રીઓને એક ખાસ ઓળખ આપવામાં આવશે.

યાત્રીઓની આ ખાસ ઓળખ ટિકિટ બુક કરાવતા સમયે રજુ કરવાની રહેશે. ત્યારબાદ તેઓનું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને કોઈ પણ એક ઓળખ પત્ર રજુ કરીને તૈયાર કરવામાં આવશે.

જો કે શરૂઆતમાં આ સુવિધા કેટલાક એરપોર્ટ પર પાયલોટ પ્રોજેક્ટ પર તૈયાર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ સુવિધા ફેબ્રુઆરી, ૨૦૧૯થી શરુ કરવામાં આવી શકે છે.