Not Set/ પુલવામા હુમલો NIA એ રજીસ્ટર કરી FIR, જૈશ-એ-મોહમ્મદ મુખ્ય ષડયંત્રકાર

દિલ્હી, જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા ત્રાસવાદી હુમલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટીગેશન એનજન્સી(એનઆઇએ)એ તપાસ શરૂ કરી છે.એનઆઇએ આ ટેરર એટેક પર એફઆઇઆર રજીસ્ટર કરી છે જેમાં આ હુમલાના મુખ્ય ષડયંત્રકાર તરીકે ત્રાસવાદી ગ્રુપ જૈશ એ મોહંમદનું નામ લીધું છે. આ અગાઉ આ ત્રાસવાદી હુમલા મામલે જમ્મુ કાશ્મીર પોલિસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી,પરંતું હવે આ તપાસ […]

Top Stories India Trending
01 2 પુલવામા હુમલો NIA એ રજીસ્ટર કરી FIR, જૈશ-એ-મોહમ્મદ મુખ્ય ષડયંત્રકાર

દિલ્હી,

જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા ત્રાસવાદી હુમલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટીગેશન એનજન્સી(એનઆઇએ)એ તપાસ શરૂ કરી છે.એનઆઇએ આ ટેરર એટેક પર એફઆઇઆર રજીસ્ટર કરી છે જેમાં આ હુમલાના મુખ્ય ષડયંત્રકાર તરીકે ત્રાસવાદી ગ્રુપ જૈશ એ મોહંમદનું નામ લીધું છે. આ અગાઉ આ ત્રાસવાદી હુમલા મામલે જમ્મુ કાશ્મીર પોલિસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી,પરંતું હવે આ તપાસ એનઆઇએ કરશે.

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી NIAએ 6 દિવસ બાદ એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆરમાં આતકંવાદી મસૂદ અઝહર અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઉલ્લેખ કરાયો છે.

14મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદએ એક વીડિયો જાહેર કરી અને ઘટનાની જવાબદારી સ્વીકારી હતી.જૈશ એ મોહમ્મદે આ જવાબદારી સ્વીકાર્યા પછી તેની ભુમિકા સ્પષ્ટ થઇ છે.

એનઆઇએના સ્પોકપર્સનના કહેવા પ્રમાણે એનઆઇએના સીનીયર અધિકારીઓની ટીમે બનાવ સ્થળની મુલાકાત લીધી હતી અને સીઆરપીએફના અધિકારીઓ સાથે મળીને માહીતી લીધી હતી.

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાને આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવાએ ફાઇનાન્સિયલ ટાસ્ક ફોર્સને સોંપ્યા છે. અહેવાલો મુજબ, ભારતે પેરિસ સ્થિતિ FTATને એક ડોઝિયર સોંપ્યું છે જેમાં હુમલા સાથે જોડાયેલી અન્ય ગતિવિધીઓના પુરાવા છે. FTATએ પ્રતિક્રિયા આપી છે કે તે આ ડોઝિયરનો અભ્યાસ કરી અને પ્રતિક્રિયા આપશે.