Not Set/ ટ્રેનમાં શાલ વેચતા કાશ્મીરી યુવકો પર ઉતર્યો ભીડનો ગુસ્સો,થઇ ગઇ ધોલાઇ

દિલ્હી, પુલવામા હુમલા પછી દેશમાં કાશ્મીરીઓ પ્રત્યે નફરત વધી રહી છે અને કેટલાંક બનાવોમાં તો તેમની પર હુમલા પણ થયા છે.કાશ્મીરી પરના હુમલાની તાજેતરની ઘટના દિલ્હી નજીક સરાય રોહિલ્લા સ્ટેશનની છે. અહીં  ટ્રેનમાં શાલ વેચીને ગુજરાન કરનાર બે કાશ્મીરી યુવકોની કેટલાક અજ્ઞાત લોકોએ પથ્થરબાજો કહીને પીટાઈ કરી દીધી. જીવ બચાવવા માટે  કાશ્મીરી યુવકો રસ્તામાં જ રોહતક ઉતરી ગયા. […]

Top Stories India Trending
01 3 ટ્રેનમાં શાલ વેચતા કાશ્મીરી યુવકો પર ઉતર્યો ભીડનો ગુસ્સો,થઇ ગઇ ધોલાઇ

દિલ્હી,

પુલવામા હુમલા પછી દેશમાં કાશ્મીરીઓ પ્રત્યે નફરત વધી રહી છે અને કેટલાંક બનાવોમાં તો તેમની પર હુમલા પણ થયા છે.કાશ્મીરી પરના હુમલાની તાજેતરની ઘટના દિલ્હી નજીક સરાય રોહિલ્લા સ્ટેશનની છે. અહીં  ટ્રેનમાં શાલ વેચીને ગુજરાન કરનાર બે કાશ્મીરી યુવકોની કેટલાક અજ્ઞાત લોકોએ પથ્થરબાજો કહીને પીટાઈ કરી દીધી. જીવ બચાવવા માટે  કાશ્મીરી યુવકો રસ્તામાં જ રોહતક ઉતરી ગયા.

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (રેલવે) દિનેશ ગુપ્તાએ કહ્યું કે હરિયાણાના સાંપાલ જવા માટે શાલ વેચનાર ત્રણ કાશ્મીરી યુવક એક લોકલ  ટ્રેનમાં સવાર થયા હતા. આ સમય દરમિયાન કેટલાક યુવાનોએ તેમને ગંદી ગાળો આપવાનું શરૂ કર્યું.કાશ્મીરી યુવકોએ વિરોધ કર્યો  તો આરોપીઓએ તેમને પથ્થરબાજ કહ્યા અને ગાળો આપીને તેમને માર મારવાનું શરૂ કર્યું. પીટાઇ કરનાર યુવકોએ કહ્યું કે તમે કાશ્મીરમાં પત્થરા ફેંકો છો અને ભારતમાં રોજી રોટી કમાવવા માટે આવો છો. આ ઉશ્કેરાટ દરમિયાન ભીડ પણ હુમલાખોરોના સાથે જોડાઈ ગઈ અને હંગામો થઈ ગયો.

જીવ બચવા માટે ટ્રેનમાંથી ભાગ્યા

ડીસીપી (રેલવે) એ કહ્યું કે ટ્રેનમાં લોકો ગુસ્સે થઈ ગયા હતા અને તેમના બદલાની ભાવના વધી ગઈ હતી. આ જોઇને બંને કશ્મીરી યુવકો રોહતક સ્ટેશન પર ઉતરી ગયા. જોવાની વાત એ પણ છે કે યુવકો રૂ. 2 લાખની કિંમતની શાલ અને સૂટોથી ભરેલ તેમની બેગ ટ્રેનમાં મુકીને ભાગી ગયા.

ફરિયાદ મળ્યા પછી  રેલ્વે પોલીસએ કેસ નોંધ્યો છે અને તેની તપાસ કરી રહી છે. કશ્મીરીઓએ જણાવ્યું હતું કે તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં વેપાર માટે દિલ્હી આવ્યા હતા અને સરાય રોહિલ્લામાં રહી રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી, તેઓ અહીં વેપાર કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી તેણે આવા વર્તનનો ક્યારેય સામનો કરવો પડ્યો નથી.

જવાનોને માર્યા આવુ કહીને લોકો બેલ્ટથી મારવા લાગ્યા…

ફરિયાદ નોંધાવ્યા પછી  કાશ્મીરીઓએ તેમના સ્થાનિક ધારાસભ્ય સાથે વાત કરી અને તેઓએ સીપીઆઈ (એમ) નેતા બ્રિન્દા કરાતનો સંપર્ક કર્યો. બ્રિન્દા કરાતે પોલીસ સાથે ફરિયાદ દાખલ કરવામાં મદદ કરી હતી. તેઓએ કહ્યું કે યુવાનોએ જણાવ્યું કે હુમલાખોરોએ તેમને કહ્યું હતું કે તેઓ સેનાના છે અને તમે લોકોએ આપણા લોકોને મારી નાખ્યા છે. પછી તેઓ ગાળો આપીને તેમને મારવા લાગ્યા અને કાશ્મીરી લોકોને પટ્ટાથી પણ માર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બનાવમાં એક કાશ્મીરી યુવકના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને બીજા ચહેરા પર ઘા વાગ્યો હતો. અત્યાર સુધી પોલીસ હુમલાખોરોને ઓળખી શક્યા નથી.