Russia-Ukraine war/ યુક્રેનના રાષ્ટ્રપતિને અમેરિકા કોઇપણ સમયે એરલિફટ કરશે! CIAએ કરી તૈયારી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા અને તેની ગુપ્તચર એજન્સીઓ કેટલાક ઈમર્જન્સી પ્લાન તૈયાર કર્યાં છે. એક અહેવાલ પ્રમાણે વ્હાઈટ હાઉસ અને પેન્ટાગનમાં બે અલગ-અલગ કન્ટ્રોલ રૂમ કામ કરી રહ્યા છે

Top Stories World
13 26 યુક્રેનના રાષ્ટ્રપતિને અમેરિકા કોઇપણ સમયે એરલિફટ કરશે! CIAએ કરી તૈયારી

રશિયાએ ગુરૂવારે યુક્રેન પર હુમલો કરીને જંગની શરૂઆત કરી દીધી હતી આ યુદ્વમાં હાલ યુક્રેનમાં તબાહીનું મંજર જોવા મળી રહ્યું છે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા અને તેની ગુપ્તચર એજન્સીઓ કેટલાક ઈમર્જન્સી પ્લાન તૈયાર કર્યાં છે. એક અહેવાલ પ્રમાણે વ્હાઈટ હાઉસ અને પેન્ટાગનમાં બે અલગ-અલગ કન્ટ્રોલ રૂમ કામ કરી રહ્યા છે. અમેરિકાએ નક્કી કર્યું છે કે જો યુદ્ધ સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર જેલેન્સ્કી પર કોઈ જોખમ આવે છે તો CIAના સ્પેશ્યલ એજન્ટ્સ રાતો રાત જેલેન્સ્કીને કીવથી એરલિફ્ટ કરી કોઈ નાટો દેશમાં પહોંચાડી દેશે. આ માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

જાન્યુઆરીના અંતમાં CIAના વડા વિલિયમ બર્ન્સ યુક્રેનની રાજધાની ગયા હતા. અહીં ઈમર્જન્સી અને સીક્રેટ વિઝીટ પણ કરી હતી. આ અંગે ન્યૂયોર્ક ટાઈમ્સે એક ખુલાસો કર્યો હતો. આ સાથે એવું માનવામાં આવે છે કે તે સમયે નક્કી થઈ ગયું હતું કે અમેરિકાની સરકાર યુક્રેનની કઈ બાજુ અને કેટલી મદદ કરી શકશે, કારણ કે યુક્રેન અત્યાર સુધી નાટોના મેમ્બર નથી અને નિયમો હેઠળ અમેરિકા અને નાટો એવા દેશને સીધી સૈન્ય મદદ કરી શકે તેમ નથી કે જે સભ્ય ન હોય. CIAએ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.

વ્હાઈટ હાઉસ અને સંપૂર્ણ બાઈડન વહીવટીતંત્ર આ વાતને લઈ તૈયારીમાં છે કે અમેરિકા તથા નાટોની ગુપ્ત માહિતીને જાળવીને જેલેન્સ્કીને કોઈપણ સંજોગોમાં નુકસાન ન પહોંચે તેની કાળજી રાખે છે. જોકે, જેલેન્સ્કી સતત કીવ છોડવાનો ઈન્કાર કરી રહ્યા છે. જોકે, તેઓ કહી ચુક્યા છે કે રશિયાના નિશાન પર તેઓ અને તેમનો પરિવાર છે. તેમણે કહ્યું કે રશિયા ઈચ્છે છે કે યુક્રેનમાં તેમની કઠપુતળી સરકાર હોય અને અમે તે થવા દેશું નહીં.