મુંબઇ,
બોલિવૂડના દબંગ સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ સલમાન ખાન ફિલ્મસના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘નોટબુક’માં સલમાન ખાને મેં તારે… નામનું એક રોમેન્ટિક સોંગ ગાયું છે. આમ તો સલમાન મૈં હૂ હિરો તેરા…માં પ્લેબેક કરી ચૂક્યો છે.
ગીતની 25 સેંકન્ડની ક્લિપ સલમાન ખાને રીલીઝ પણ કરી છે. આ ગીતની પ્રથમ ત્રણ લાઇનથી જ ખબર પડી જાય છે કે ગીત કેટલું રોમેન્ટિક છે.આ વીડિયો પોસ્ટ કરતા સલમાને આ ગીતનો આખો વીડિયો કયારે રીલીઝ થશે તેની તારીખની સ્પષ્ટતા પણ કરી છે. આ આખું ગીત 18 તારીખે રીલીઝ થશે.
આ એ જ ગીત છે જે પહેલા આતિફ અસલમે ગાયું હતું. જોકે પુલવામાં હુમલા બાદ આતિફના ગીતને બદલે સલમાને જાતે જ આ ગીત માટે પ્લેબેક કર્યુ છે અને આતિફનું ગીત રદ કરી દીધું હતું.