Not Set/ ‘ગોલમાલ અગેઇન’ 100 કરોડ ક્લબથી દૂર, ‘બાહુબલી 2’ સાથે સીધી લડાઈ

રિલીઝના બે દિવસમાં ગોલમાલ અગેઇન એ 58.51 કરોડની કમાણી કરી છે. શુક્રવારે આ ફિલ્મે 30.14 કરોડ રૂપિયાથી ઓપનીંગ કરી હતી, જ્યારે શનિવારે તેની કમાણી રૂ. 28.37 કરોડ હતી. ગોલમાલ અગેઇન આ ફ્રેન્ચાઇઝીની ચોથી ફિલ્મ છે. તેની પ્રથમ ત્રણ ફિલ્મોએ પણ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરેલું છે. સિંઘમ પછી અજય દેવગણ અને દિગ્દર્શક રોહિત શેટ્ટીની […]

Entertainment
news2301 'ગોલમાલ અગેઇન' 100 કરોડ ક્લબથી દૂર, 'બાહુબલી 2' સાથે સીધી લડાઈ

રિલીઝના બે દિવસમાં ગોલમાલ અગેઇન એ 58.51 કરોડની કમાણી કરી છે. શુક્રવારે આ ફિલ્મે 30.14 કરોડ રૂપિયાથી ઓપનીંગ કરી હતી, જ્યારે શનિવારે તેની કમાણી રૂ. 28.37 કરોડ હતી. ગોલમાલ અગેઇન આ ફ્રેન્ચાઇઝીની ચોથી ફિલ્મ છે. તેની પ્રથમ ત્રણ ફિલ્મોએ પણ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરેલું છે. સિંઘમ પછી અજય દેવગણ અને દિગ્દર્શક રોહિત શેટ્ટીની કારકિર્દીની આ હિટ ફ્રેન્ચાઇઝી છે.

ગોલમાલ અગેઇન એ માત્ર ભારતમાં જ નહી પણ ઓવરસીઝ માં પણ ખૂબ કમાણી કરી છે. શનિવાર સુધીમાં આ ફિલ્મની કમાણી રૂ .15 કરોડથી વધુ હતી. ઘરેલુ બોક્સ ઓફિસ પર આ વર્ષની સૌથી મોટી ફિલ્મ બાહુબાલી 2 છે. બાહુબલીએ શરૂઆતના વિકેન્ડ સુધીમાં 128 કરોડનો નફો કર્યો હતો અને 100 કરોડ ક્લબમાં પ્રવેશ મેળવ્યો હતો. આ ક્લબમાં પ્રવેશ માટે ગોલમાલ અગેઇન ને 42 કરોડની જરૂર છે. જો ફિલ્મ રવિવારના રોજ આટલો બિઝનેસ કરી લેહશે તો તે 100 કરોડ ક્લબમાં સ્થાન મેળવી શકશે.