Not Set/ સલમાન ખાનની ફિલ્મ અંતિમ: ધ ફાઇનલ ટ્રુથનું પ્રથમ પોસ્ટર રિલીઝ

ફિલ્મના પોસ્ટરમાં સલમાન ખાન અને આયુષ શર્મા આંખોમાં આંખ મિલાવીને એક-બીજાને જોઈ રહ્યા છે. પોસ્ટર જોઈને સ્પષ્ટ છે કે આ એક અંતની લડાઈ હશે.

Entertainment
સલમાન ખાન

સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’નું પહેલું પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર જોઈને લાગે છે કે ફિલ્મ ખૂબ જ રસપ્રદ બનવાની છે. ફિલ્મના પોસ્ટરમાં સલમાન ખાન અને આયુષ શર્મા આંખોમાં આંખ મિલાવીને એક-બીજાને જોઈ રહ્યા છે. પોસ્ટર જોઈને સ્પષ્ટ છે કે આ એક અંતની લડાઈ હશે. ફિલ્મનું પોસ્ટર લોકોને પસંદ આવી રહ્યું છે અને તેઓ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો :વધુ એકવાર ફગાવાઈ ગહના વશિષ્ઠની અગ્રીમ જમાનત અરજી, કહ્યું – અમે હવે SC માં જઈશું

અદભૂત પોસ્ટરમાં બંને વચ્ચે સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે, જે અલગ અલગ વિચારધારા ધરાવતા માનવી છે, તેમાંથી એક કોપ અને ગેંગસ્ટર છે. બે મુખ્ય કલાકારોની ફિલ્મ ‘અંતિમ’ બે સંપૂર્ણપણે અલગ દુનિયાના મજબૂત, શક્તિશાળી વ્યક્તિઓને રૂબરૂ લાવે છે, જેમાંથી આપણે એક રસપ્રદ અને રોમાંચક વાર્તાની અપેક્ષા રાખી શકીએ છીએ.

આ પહેલા આયુષ શર્મા પોતાની ફિલ્મ લવયાત્રીમાં ગુજરાતી છોકરાના રોલમાં દેખાયો હતો. અંતિમમાં, આયુષ એક ખતરનાક ગેંગસ્ટર તરીકે જોવા મળશે જે તેના અદભૂત પરિવર્તનથી દર્શકોને આંચકો આપવા માટે તૈયાર છે.

આ પણ વાંચો :અભિનેતા રજત બેદી સામે નોંધાયો કેસ, જાણો શું છે કારણ

આયુષ શર્મા, સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવા છતાં, ફર્સ્ટ લુકમાં તેના મજબૂત અવતારમાં જોવા મળે છે, જ્યારે અંતિમ તેની બીજી ફિલ્મ છે.

આપને જણાવી દઈએ કે આયુષ શર્મા સલમાન ખાનની બહેન અર્પિતાના પતિ છે. આ પહેલીવાર છે જ્યારે સલમાન ખાન અને આયુષ શર્મા એકબીજા સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન મહેશ માંજરેકરે કર્યું છે, જ્યારે સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે અને મહારાષ્ટ્રમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં તહેવાર પહેલા આ ફિલ્મની જાહેરાત કરવી એ લોકો માટે કોઈ ભેટથી ઓછી નથી.

આ પણ વાંચો : સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ માતા રીટાએ કહી હતી આ વાત, જુઓ વાયરલ વીડિયો

આ પણ વાંચો :બચપન કા પ્યાર’ ગાવા વાળા સહદેવે ગાયું મની હાઇસ્ટનું ‘બેલા ચાઓ’ સોન્ગ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો :Bollywood / અક્ષય કુમારની માતાની તબિયત બગડતાં લંડનથી શુંટિંગ છોડી મુંબઇ પરત ફર્યા