નિધન/ મશહૂરપંજાબી સિંગર સરદૂલ સિકન્દરનું કોરોનાના કારણે થયું નિધન, CM અમરિંદર સિંહે ટ્વિટ કરી પાઠવી શ્ર્ધ્ધાંજલિ

પંજાબના જાણીતા ગાયક સરદુલ સિકંદરનું નિધન થયું છે. તેમને કોરોનાથી ચેપ લાગ્યો હતો અને લાંબા સમયથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Entertainment
a 337 મશહૂરપંજાબી સિંગર સરદૂલ સિકન્દરનું કોરોનાના કારણે થયું નિધન, CM અમરિંદર સિંહે ટ્વિટ કરી પાઠવી શ્ર્ધ્ધાંજલિ

પંજાબના જાણીતા ગાયક સરદુલ સિકંદરનું નિધન થયું છે. તેમને કોરોનાથી ચેપ લાગ્યો હતો અને લાંબા સમયથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિડનીની સમસ્યાને કારણે એક મહિના પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓપરેશન સફળ રહ્યું હતું, પરંતુ તે દરમિયાન તેમને કોરોના ચેપ લાગ્યો અને આને કારણે તેમનું મૃત્યુ થયું.

કહેવામાં આવી રહ્યું છે કે સરદુલ સિકંદરનું મંગળવારે સવારે અવસાન થયું હતું. સરદુલ સિકંદર એક પંજાબી ભાષાના લોક અને પોપ ગાયક હતા. 1980 ના દાયકામાં, સરદુલે તેમનું પહેલો આલ્બમ “રોડવેઝ ધી લારી” રિલીઝ કર્યું હતું. આ પછી, તેમણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. સરદુલ સિકંદરે ઘણાં હિટ ગીતો આપ્યા. આ સિવાય તેમણે ફિલ્મોમાં પણ પોતાનો અભિનય કર્યો હતો.

Punjabi singer Sardool Sikander dies of Covid-19 at 60 - Lifestyle News

સિકંદરના મોતથી પંજાબી સંગીત ક્ષેત્રને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબી સિંગર અને ગીતકાર હેપી રાયકોટીએ સરદુલનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, “ઓયે માલકા, આ કહ કહર કમાયા”

Punjabi Singer Sardool Sikander Passes Away at 60 in Mohali; Vishal  Dadlani, Harshdeep Kaur Mourn The Demise of Late Musician

સિંગર મિસ પૂજાએ સરદુલ સિકંદરનો ફોટો શેર કર્યો અને લખ્યું કે, “તે વિશ્વાસ કરી શકતી નથી કે ઉસ્તાદ સરદુલ સિકંદર અમને છોડી ગયા છે. ભગવાન તેમના આત્માને તેમ જ્ગાય આપે રેસ્ટ ઇન પીસ ગુરુજી”.

આ પ્રખ્યાત ગાયકને બે પુત્રો આલાપ અને સારંગ સિકન્દર છે. બંને સિંગીગ દુનિયા સાથે જોડાયેલા છે, સરદુલ સિકંદર ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલન માટે ગયો હતો. તેમની સાથે તેમની પત્ની અને ગાયક અમર નૂરી પણ હાજર રહ્યા હતા.સિંગરના મોતને લઈને પંજાબના સીએમ અમરિંદર સિંહે ટ્વિટ કરીને સરદૂલ સિકંદરને શ્ર્ધ્ધાંજલિ પાઠવી છે.