Tandav/ મુંબઈમાં અલી અબ્બાસ ઝફર અને સૈફ અલી ખાન વિરુદ્ધ નોંધાઈ FIR

અલી અબ્બાસ ઝફરની તાજેતરમાં રિલીઝ થયેલી વેબસીરીઝ ‘તાંડવ’ ને લઈને વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. આ વેબસીરીઝ સામે અનેક જગ્યાએ કેસ નોંધાયા છે. તે જ સમયે, આ વેબસીરીઝ વિરુદ્ધ મુંબઈમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. જો કે, મુંબઈમાં ‘તાંડવ’ વિરુદ્ધ દાખલ થનારો આ પહેલો કેસ છે.

Entertainment
a 297 મુંબઈમાં અલી અબ્બાસ ઝફર અને સૈફ અલી ખાન વિરુદ્ધ નોંધાઈ FIR

અલી અબ્બાસ ઝફરની તાજેતરમાં રિલીઝ થયેલી વેબસીરીઝ ‘તાંડવ’ ને લઈને વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. આ વેબસીરીઝ સામે અનેક જગ્યાએ કેસ નોંધાયા છે. તે જ સમયે, આ વેબસીરીઝ વિરુદ્ધ મુંબઈમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. જો કે, મુંબઈમાં ‘તાંડવ’ વિરુદ્ધ દાખલ થનારો આ પહેલો કેસ છે.

આઇટીસીની કલમ 505 (2), 153 (એ) અને 295 (એ) અંતર્ગત મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ‘તાંડવ’ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆરમાં ફિલ્મના નિર્દેશક, નિર્માતાનું નામ આપવામાં આવ્યું છે જેમાં અલી અબ્બાસ ઝફર, સૈફ અલી ખાન, ઝીશાન અયુબ, હિમાંશુ મેહરા, અપર્ણા પુરોહિત, ગૌરવ સોલંકી અને અમિત અગ્રવાલનો સમાવેશ થાય છે.

યુપીના ત્રણ શહેરોમાં નોંધાઈ એફઆઈઆર

મુંબઈ પહેલા યુપી, લખનઉ, ગ્રેટર નોઈડા અને શાહજહાંપુરના ત્રણ શહેરોમાં આ વેબસાઇટ્સ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરમાં લોકોની ધાર્મિક ઉપાસનાને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. અલી અબ્બાસે તાજેતરમાં જ ટ્વીટ કર્યું હતું અને મામલો વધતાં લોકોની માફી માંગી હતી. આ સાથે, વેબસીરીઝમાંથી દ્રશ્યને દૂર કરવાની વાત પણ થઈ હતી.

અલી અબ્બાસ ઝફરે પોતાના નવા ટ્વીટમાં લખ્યું, “અમે દેશવાસીઓની ભાવનાઓનું સમ્માન કરીએ છીએ. અમારી ઇચ્છા કોઇપણ જીવિત કે મૃત વ્યક્તિ, જાતિ, સમુદાય, ધર્મ, પૉલિટીકલ પાર્ટી, સંસ્થાનની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની નહોતી. તાંડવની કાસ્ટ અને ક્રૂએ નિર્ણય લીધો છે કે વિવાદિત સીન્સ, જેને લઈને લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે, તેમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે. આ મામલે મળેલા સમર્થન માટે અમે સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયના પણ આભારી છીએ. જો અમારી ઇચ્છા વિરુદ્ધ પણ આ સીરિઝને કારણે કોઇકનું અંતર દુઃભાયું હોય તો અમે ફરી એકવાર માફી માગીએ છીએ.”

આ ચારે વ્યક્તિઓ પર હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.ઉપરાંત જાતિવાદ ફેલાવવાના આરોપ પણ લાગ્યા છે.જેને પગલે તેમની ધરપકડ થવાની શકયતા છે.

તાંડવમાં જે રીતે અભિનેતા ઝીશાન ઐયુબે ભગવાન શિવનો વેશ ધારણ કરીને હિન્દુ ધર્મની ઠેકડી ઉડાડતો સીન ભજવ્યો છે તે જોઈને લોકો ઉકળી ઉઠયા છે અને હવે ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરને માફી માંગીને આ દ્રશ્ય સિરિઝમાંથી કાઢી નાંખવાની ખાતરી આપવાની ફરજ પડી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો