એકતા કપૂરના સુપરહિટ શો ‘નાગિન 6’ ફેમ અભિનેત્રી મહેક ચહલ છેલ્લા 8 દિવસથી મુંબઈની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ હતી. જો કે હવે મહેક ચહલ (Mahekk Chahal)ના ચાહકો રાહતનો શ્વાસ લઈ શકે છે, પરંતુ અભિનેત્રી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે પરત ફરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા મહેક ચહલે કહ્યું કે તે હવે ઘરે છે અને આરામ કરી રહી છે. મહેક ચહલે તેના માટે પ્રાર્થના કરવા બદલ ચાહકોનો આભાર માન્યો છે. મળતી માહિતી મુજબ મહેક ચહલની તબિયત એટલી ખરાબ હતી કે તે વેન્ટિલેટર પર હતી. આ પછી તેણે ત્રણ-ચાર દિવસ ICUમાં વિતાવ્યા.
સોશિયલ મીડિયા પર પોતાની હેલ્થ અપડેટ આપતા મહેક ચહલે પોસ્ટમાં લખ્યું, ‘હું હાલમાં જ ન્યુમોનિયામાંથી સ્વસ્થ થઈ છું, હાલમાં ખૂબ સારું અનુભવું છું અને ઘરે આરામ કરી રહી છું. તમારા પ્રેમ અને સમર્થન માટે મારા તમામ શુભેચ્છકોનો હું ખૂબ આભાર માનું છું. તમારા વિચારો અને પ્રાર્થનાઓએ મને આ સમય સુધી પહોંચાડ્યો છે. મારી બાજુમાં પરિવાર સાથે નવજીવન મેળવવા માટે મારે થોડો સમય જોઈએ છે અને પછી તમારા બધાનું મનોરંજન કરવા પાછા આવીશ. મહેકની આ પોસ્ટ સામે આવ્યા બાદ તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.
View this post on Instagram
એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં મહેકે જણાવ્યું કે તે 2 જાન્યુઆરીએ બેહોશ થઈ ગઈ હતી. મહેકને છાતીમાં દુખાવો થતો હતો અને તે શ્વાસ લેવામાં અસમર્થ હતી. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ કર્યા પછી, સીટી સ્કેનથી જાણવા મળ્યું કે તેના બંને ફેફસામાં ઇન્ફેકશન થયું છે.
આપને જણાવી દઈએ કે લોકપ્રિય ટેલિવિઝન શો ‘નાગિન 6’માં મહેક ચહલના અભિનયના ખૂબ વખાણ થયા હતા. મહેક રોહિત શેટ્ટીના રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 11’ અને સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ’નો પણ ભાગ રહી ચૂકી છે.
આ પણ વાંચો:રાજામૌલીની ‘RRR’ફિલ્મના ‘નાટુ નાટુ’ગીતે જીત્યો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ
આ પણ વાંચો:ધ કાશ્મીર ફાઇલ્સ’ના આ કલાકાર ઓસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા માટે શોર્ટલિસ્ટ, ફિલ્મ પણ થઇ ક્વોલિફાય
આ પણ વાંચો:જેલમાંથી છૂટ્યા પછી છલકાયું દલેર મહેંદીનું દર્દ..કહી આ મોટી વાત