Oscar-2023/ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના આ કલાકાર ઓસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા માટે શોર્ટલિસ્ટ, ફિલ્મ પણ થઇ ક્વોલિફાય

અનુપમ ખેરે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યું, લખ્યું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક ફિલ્મ તરીકે ઓસ્કર 2023 માટે શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં પસંદ થવાથી ખૂબ જ ખુશ છે!

Trending Entertainment
Oscar 2023 nominations

Oscar 2023 nominations: ગત વર્ષની સુપરહિટ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ઓસ્કારને લઈને ચર્ચામાં આવી છે. દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થયા બાદ હવે ફિલ્મના લીડ એક્ટર અનુપમ ખેરની પ્રતિક્રિયા સામે આવી છે.  અનુપમને આ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ માટે શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં પણ પસંદ કરવામાં આવ્યા છે.

અનુપમ ખેરે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યું, લખ્યું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક ફિલ્મ તરીકે ઓસ્કર 2023 (Oscar 2023 nominations) માટે શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં પસંદ થવાથી ખૂબ જ ખુશ છે! શોર્ટલિસ્ટ તરીકે પણ આ અમારા માટે મોટી જીત છે. યાદીમાં સામેલ અન્ય ભારતીય ફિલ્મોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ભારતીય સિનેમાને સલામ. આ રીતે અનુપમ ખેરે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે.

નોંઘનીય છે કે અનુપમ ખેરે ખરેખર આ ફિલ્મમાં 100 ટકા અભિનય આપ્યો છે. તેના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. આ ક્ષણ પીઢ અભિનેતા માટે ગર્વ અનુભવવા જેવી છે. અનુપમ ઉપરાંત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ ફિલ્મની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે.

Deeply humbled to see #TheKashmirFiles as a film and my name shortlisted in #BestFilm and #BestActor catagory for the #Oscars2023! Even as a short list it is a big triumph for us. Congratulations also to other Indian films in the list. भारतीय सिनेमा की जय हो! 🙏😍 @TheAcademy pic.twitter.com/VtaGLywtZQ — Anupam Kher (@AnupamPKher) January 10, 2023

The Kashmir Files, Kantara, RRR, Gangubai Kathiawadi and Chhello Show (Last Film Show) qualify to be eligible for nomination to the #Oscars2023.

(Pics – Academy Awards website) pic.twitter.com/H1h3ISRstq

— ANI (@ANI) January 10, 2023

Mumbai | I am deeply humbled by the shortlisting of the film. Kashmiri files is a special film since it talks about the genocide that happened & nobody spoke about the incident for 32 years: Actor Anupam Kher on Kashmiri Files being eligible for Oscar nomination pic.twitter.com/LctPrSgBSN

— ANI (@ANI) January 10, 2023

સુપરસ્ટાર અનુપમ ખેરની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિવાય અન્ય ફિલ્મોને પણ ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. સાઉથના સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની દમદાર ફિલ્મ કંટારા અને બોલિવૂડ સુપરસ્ટાર આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી પણ આ યાદીમાં સામેલ છે. આવી સ્થિતિમાં, જો સાચા અર્થમાં કહેવામાં આવે તો તે ભારતીય સિનેમા માટે એક મોટી ઉપલબ્ધિ છે. નોંધનીય છે કે આગામી 24 જાન્યુઆરીએ ઓસ્કારમાં આ ફિલ્મોની આગળની સફર અંગે નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સાઉથ સિનેમાના દિગ્ગજ નિર્દેશક એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ (RRR) અને ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ભારતમાંથી ઓસ્કાર 2023 માટે નોમિનેટ થઈ ચૂકી છે.