ટેલીવુડ/ અનુપમાને બદલે હવે ટીઆરપીમાં ટોપ પર પહોંચ્યો ગુમ હૈ કિસી કે પ્યાર મે… શો

આ અઠવાડિયે ટીવી શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં એવા ટ્વિસ્ટ આવ્યા હતા કે શોએ ટીઆરપી ચાર્ટ પર નંબર 1નું સ્થાન મેળવ્યું છે. એટલે કે હવે ‘અનુપમા’ શો ટીઆરપી ચાર્ટમાં નીચે આવી ગયો છે.  ‘ગુમ હૈ કિસી ..’ ના મુખ્ય અભિનેતા નીલ ભટ્ટએ પોતાના શોને નંબર 1 સ્લોટ પર જોઈ ખુશી વ્યક્ત કરી છે. […]

Entertainment
Untitled 157 અનુપમાને બદલે હવે ટીઆરપીમાં ટોપ પર પહોંચ્યો ગુમ હૈ કિસી કે પ્યાર મે... શો

આ અઠવાડિયે ટીવી શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં એવા ટ્વિસ્ટ આવ્યા હતા કે શોએ ટીઆરપી ચાર્ટ પર નંબર 1નું સ્થાન મેળવ્યું છે. એટલે કે હવે ‘અનુપમા’ શો ટીઆરપી ચાર્ટમાં નીચે આવી ગયો છે.  ‘ગુમ હૈ કિસી ..’ ના મુખ્ય અભિનેતા નીલ ભટ્ટએ પોતાના શોને નંબર 1 સ્લોટ પર જોઈ ખુશી વ્યક્ત કરી છે. નીલે કહ્યું કે આ શો ગમે તે હોય, પણ અસલ કમાલ તો સ્ક્રીપ્ટની હોય છે. સારી સ્ક્રિપ્ટ તમને 90% સુધીની સફળતા આપી શકે છે. જણાવી દઈએ કે નીલે આ શોમાં વિરાટનું પાત્ર ભજવે છે.

છેલ્લા ઘણા સમયથી રૂપાલી ગાંગુલીનો શો ‘અનુપમા’ નંબર 1 સ્લોટ પર રહેતો હતો. પરંતુ હવે આ સ્થાન તેની પાસેથી છીનવાઈ ગયું છે. મુંબઇમાં લોકડાઉન થયા બાદ મોટાભાગના શોનું શૂટિંગ મુંબઈ બહાર ચાલી રહ્યું છે. ગુમ હૈ… શોનું શૂટિંગ ગોવામાં થઈ રહ્યું હતું. નીલે વધુમાં કહ્યું હતું કે દર્શકોને આ શોમાં આગામી દિવસોમાં ઘણા નવા ટ્વીસ્ટ જોવા મળશે.