Tellywood/ બચપન કા પ્યાર’ ગાવા વાળા સહદેવે ગાયું મની હાઇસ્ટનું ‘બેલા ચાઓ’ સોન્ગ, વીડિયો થયો વાયરલ

તાજેતરમાં જ સહદેવનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં સહદેવ નેટફ્લિક્સની લોકપ્રિય સિરીઝ ‘મની હાઇસ્ટ’નું ટાઇટલ

Entertainment

થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો ‘બચપન કા પ્યાર’ વાયરલ થયો હતો. આ ગીત સહદેવે ગાયું હતું, આ વીડિયો એટલો વાયરલ થયો કે રેપર બાદશાહે સહદેવ સાથે ‘બચપન કા પ્યાર’ ગીત પણ ગાયું હતું. હવે સહદેવનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ખાસ કરીને નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘મની હાઇસ્ટ’ના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.

https://www.instagram.com/p/CTeCRq9Dg9M/?utm_source=ig_web_copy_link

તાજેતરમાં જ સહદેવનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં સહદેવ નેટફ્લિક્સની લોકપ્રિય સિરીઝ ‘મની હાઇસ્ટ’નું ટાઇટલ ટ્રેક’ બેલા ચાઓ ‘ગાતા જોવા મળી રહ્યો છે. સહદેવનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મની હાઇસ્ટ’ની પાંચમી સીઝનનો પહેલો ભાગ રિલીઝ થયો છે. આ સિરીઝ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. વિવેચકોથી લઈને ચાહકો તેને ખૂબ જ પ્રેમ કરી રહ્યા છે. આ સિરીઝનો બીજો ભાગ ડિસેમ્બરમાં એટલેકે ત્રણ મહિના પછી રિલીઝ થશે. ‘મની હાઇસ્ટ’ની સિરીઝ સાથે ચાહકો સહદેવના આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.