શાહરૂખ ખાનની ફેમીલી વધારે પડતી ચર્ચામાં અને લાઇમ લાઈટમાં હોય છે. એ ભલે પછી એના 3 સંતાનો હોય કે ખુદ શાહરૂખ ખાન. પરંતુ આ ફેમિલીમાં એક સદસ્ય છે જે આ બધી લાઇમ લાઈટ થી દુર જ રહે છે અને એ નામ છે શાહરુખની મોટી બહેન શહેનાઝ લાલારુખ ખાન.

શાહરૂખ થી ઉમરમાં મોટી હોવા છતાં તેઓ અપરિણીત છે. મૂળ વાત એમ છે કે એ ડીપ્રેશનથી પીડાય રહ્યા છે. એમની આવી હાલત એમના પિતાના મૃત્યુ બાદ થઇ હતી. એમના પિતાના મૃત્યુ બાદ તેઓ પોતાની જાતને સંભાળી શક્યા ન હતા અને સંતુલન ગુમાવી ચુક્યા હતા.
જોકે પોતાની આ મોટી બહેન શહેનાઝ ખાન વિષે શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે, શહેનાઝ શાંત સ્વભાવની છે અને એ જેવી પણ હોય , મને એ બહુ જ પસંદ છે. તમને જણાવી દઈએ કે કિંગ ખાનની આ બહેન એમની સાથે મુંબઈ માં જ રહે છે પરંતુ તેઓ કેમેરા થી દુર જ રહે છે.

બાકી તો આ સ્ટાર હાલ પોતાની ફિલ્મ ઝીરો ના શુટિંગ માં વ્યસ્ત છે જેમાં એમનો રોલ એન ઠીંગણા વ્યક્તિનો છે અને આ ફિલ્મમાં ઘણા વર્ષો બાદ સલમાન અને શાહરૂખ ખાન બન્ને એકસાથે પડદા પર જોવા મળી શકશે.
