Lust Stories 2 Twitter Reaction/ વિજય અને તમન્નાને નશામાં ધૂત જોઈને ચાહકો પણ પાગલ થઈ ગયા, કાજોલની વાત દિલ સુધી પહોંચી

‘લસ્ટ સ્ટોરીઝ 2’ આખરે રિલીઝ થઈ ગઈ છે અને લોકોએ તેને ખૂબ પસંદ કરી છે. ટ્વિટર પર લોકોએ તેના વિશે ઘણા અલગ-અલગ રિવ્યુ આપ્યા છે. વિજય અને તમન્નાહની જોડીને જોઈને ચાહકો પોતાની જાતને તેમના વખાણ કરતા રોકી શક્યા નહીં. ચાલો જોઈએ ટ્વિટરની પ્રતિક્રિયા.

Entertainment
Lust Story 2

લસ્ટ સ્ટોરીઝ 2, અમિત શર્મા, આર બાલ્કી, કોંકણા સેન શર્મા અને સુજોય ઘોષ દ્વારા દિગ્દર્શિત, 29 જૂને OTT પર રિલીઝ થઈ. તેની સ્ટોરી એવી ફિલ્મો જેવી જ છે, જેમાં દરેક પાસાને સ્ત્રીની નજરથી જોવામાં આવે છે. પછી ભલે તે ગમે તે હોય,  તેમાં વુમન સેટીસફેકશન ની જ બાબત કેમ ના હોય. ફિલ્મમાં તમામ મહિલાઓએ તેમની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી છે અને અમે એવું નથી કહી રહ્યા, પરંતુ ટ્વિટર પર લોકોએ ફિલ્મ જોયા બાદ આવી પ્રતિક્રિયાઓ આપી છે. આ ફિલ્મમાં અમૃતા સુભાષ, અંગદ બેદી, મૃણાલ ઠાકુર, નીના ગુપ્તા, કાજોલ, કુમુદ મિશ્રા, તમન્ના ભાટિયા, તિલોત્તમા શોમ અને વિજય વર્મા છે.

લસ્ટ સ્ટોરીઝનો પહેલો ભાગ પ્રેક્ષકો દ્વારા ખૂબ વખાણવામાં આવ્યો હતો, તેથી બીજા ભાગ પાસેથી અપેક્ષાઓ પહેલેથી જ વધારે હતી. ઘણા નેટીઝન્સે વાસ્તવિક જીવન દંપતી તમન્ના ભાટિયા અને વિજય વર્માની કેમિસ્ટ્રી પસંદ કરી હતી. એક યુઝરે લખ્યું કે, ‘હું તમન્નાહ અને વિજયથી મારી નજર હટાવી શકતો નથી કારણ કે તેઓએ તેમની ઓન-સ્ક્રીન અદાઓથી મને ઘાયલ કરી દીધો છે. કોઈ, કૃપા કરીને ફાયર એમ્બ્યુલન્સને કૉલ કરો. એક યુઝરે કહ્યું, ‘તમન્ના-વિજયના સેક્સ સીન સારા હતા અને અશ્લીલ નહોતા લાગતા. તેમની કેમેસ્ટ્રી ટોપ લેવલની છે. એકે કહ્યું, ‘અસલી જોડીએ આગ લગાડી દીધી.’

કેટલાક લોકોને કાજોલની સ્ક્રીન પ્રેઝન્સ પણ પસંદ આવી હતી. લસ્ટ સ્ટોરીઝ 2 વિશે ટ્વિટર પર લોકો શું કહે છે તેના પર એક નજર કરીએ.

https://twitter.com/OfSrkajol/status/1674344456944775174?s=20

https://twitter.com/Mustafaa108/status/1674383374952304641?s=20

https://twitter.com/srkajol_8/status/1671814240771141634?s=20

https://twitter.com/Ak______tweets/status/1674416060748152834?s=20

https://twitter.com/mukzsv/status/1674477569989804033?s=20

https://twitter.com/FanaaForKajol/status/1674508526809501696?s=20

 

નિર્માતાઓના જણાવ્યા અનુસાર, ‘લસ્ટ સ્ટોરીઝ’ના પહેલા ભાગે હલચલ મચાવી દીધી હતી અને લોકો બીજા ભાગની પણ અપેક્ષા રાખી રહ્યા હતા. દેખીતી રીતે તે આવું હોવું પણ જોઈએ. ‘લસ્ટ સ્ટોરીઝ 2’ નેટફ્લિક્સ પર અત્યારે સ્ટ્રીમ થઈ રહી છે.