NEW FEATURE/ WhatsApp માં ‘Money Heist’ના શાનદાર સ્ટીકર આવ્યાં, પ્રોફેસરથી લઈ ટોક્યો સુધી બધા જોવા મળશે તમારી ચેટમાં

મની હાઇસ્ટના પાત્ર અને ઘટના અનુસાર તેને કોઈપણ ચેટમાં શેર કરી શકે છે. તમને ટોક્યો, લિસ્બન, મોસ્કો, બર્લિન, નૈરોબી, રિયો, ડેનવર, સ્ટોકહોમ, બોગોટે, પાલેર્મો અને

Tech & Auto
WhatsApp

નેટફ્લિક્સના લોકપ્રિય શો મની હાઇસ્ટની પાંચમી સિઝનની ઉજવણી માટે WhatsApp નવું સ્ટીકર પેક ‘સ્ટીકર હાઇસ્ટ’ લોન્ચ કર્યું છે. ફેસબુકના મેસેજિંગ પ્લેટફોર્મે એનિમેટેડ સ્ટીકર પેક રજૂ કર્યું છે, જેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. વોટ્સએપના એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને વપરાશકર્તાઓ આ નવા સ્ટીકર પેકને ડાઉનલોડ કરી શકે છે, અને મની હાઇસ્ટના પાત્ર અને ઘટના અનુસાર તેને કોઈપણ ચેટમાં શેર કરી શકે છે. તમને ટોક્યો, લિસ્બન, મોસ્કો, બર્લિન, નૈરોબી, રિયો, ડેનવર, સ્ટોકહોમ, બોગોટે, પાલેર્મો અને પ્રોફેસરના સ્ટીકર જોવા મળશે.

આ પણ વાંચો :લો બોલો!! કુખ્યાત ગુનેગાર અતીક અહમદ અને તેમના પત્ની AIMIM માં જોડાયા

કેવી રીતે કરશો ડાઉનલોડ 

1. આ માટે સૌથી પહેલા વોટ્સએપ ખોલો.

2. ત્યાર બાદ ચેટ વિન્ડો ઓપન કરો.

3. હવે ‘સ્ટીકર’નો ઓપ્શન દેખાશે તે પર ક્લિક કરો.

4. વોટ્સએપના સ્ટીકર સ્ટોર પર જાઓ અને ‘સ્ટીકર હાઇસ્ટ’ એનિમેટેડ પસંદ કરો.

5. આ પછી WhatsApp માટે મની હાઇસ્ટ સ્ટીકર પેક ડાઉનલોડ કરો.

6. ડાઉનલોડ થઈ ગયા બાદ તમને મેસેજમાં તેનો ઉપીયોગ કરી શકશો.

Mucho Pixelsએ ડિઝાઇન કરેલા એનિમેટેડ સ્ટીકર પેકમાં 17 સ્ટીકરો હોય છે અને તેની સાઈઝ 658KB હોય છે.

આ પણ વાંચો :જામનગરમાં ઋતુજન્ય રોગચાળો બેકાબુ , શરદી,ઉધરસના કેસમાં નોધપાત્ર વધારો