Not Set/ ગુજરાતના વિકાસને મળશે વેગ, આંતરમાળખાકીય સુવિધાઓ માટે વિકાસ પ્રોજેક્ટ મૂકાયા અમલમાં

ગુજરાતમાં અનેકવિધ વિકાસ પ્રોજેક્ટ આગળ વધારી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવા કવાયત હાથ ધરી છે.

Gujarat Others
A 203 ગુજરાતના વિકાસને મળશે વેગ, આંતરમાળખાકીય સુવિધાઓ માટે વિકાસ પ્રોજેક્ટ મૂકાયા અમલમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌનો સાથ, સૌનો વિકાસ સંકલ્પ સાથે દેશની શાસનધૂરા સંભાળી આગળ વધી રહ્યા છે. દરમિયાન ગુજરાતમાં અનેકવિધ વિકાસ પ્રોજેક્ટ આગળ વધારી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવા કવાયત હાથ ધરી છે. દરમિયાન વિકાસ પ્રોજેક્ટમાં નાણાંકીય અવરોધ આવે નહીં તે હેતુ ભારત સરકારના જ સાહસ ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિં. એ ગુજરાતમા વધુ નાણાં ફાળવવા તત્પરતા દાખવી છે.

ગુજરાતમાં વધુ ને વધુ આંતરમાળખાકીય સુવિધા પ્રાપ્ય થાય નાગરિકોને વધુ ને વધુ સુવિધા મળે તે હેતુથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વની સરકાર દ્વારા અનેકવિધ વિકાસ પ્રોજેક્ટ અમલમાં મૂકાયા છે. આઇઆઇએફસીએલ ભારત સરકાર હસ્તકનું સાહસ છે. જેના માધ્યમથી રાજ્યસરકારને વિકાસ પ્રોજેક્ટ હેતુ મોટું નાણાંકીય રોકાણ કરીને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં કંપની મદદરૂપ થાય છે. મુખ્યત્વે રસ્તા-પાવર અને બંદરક્ષેત્રના પ્રોજેક્ટ માટે રોકાણ કરવામાં આવે છે. ગુજરાતમાં આઇઆઇએફસીએલના આર્થિક સહયોગથી આજની સ્થિતિએ 76 પ્રોજેકટમાટે કંપનીએ મૂડીરોકાણ કર્યું છે.

આ પણ વાંચો :ગોંડલના વાસાવાડના સુજલ મયાત્રા કચ્છના કલેક્ટરના પદે : વતન વાસીઓમાં ખુશીનો માહોલ

ગુજરાતમાં કયા પ્રોજેક્ટ અમલી

  • રોડપ્રોજેક્ટ      –   31
  • પાવર પ્રોજેક્ટ –  30
  • પોર્ટ પ્રોજેક્ટ   –    12
  • અન્ય પ્રોજેક્ટ  –   03

આઇઆઇએફસીએલ એ ગુજરતાના વિકાસહેતુ 76 પ્રોજેક્ટ અમલી બનાવવા મૂડીરોકાણ આપ્યું છે. ગુજરાત હજી આઇઆએફસીએલ સાથે જનભાગીદારીથી વધુ ને વધુ વિકાસ પ્રોજેક્ટ અમલી બનાવવા આતુર છે ત્યારે હજી વધુ નાણાકીય સહાય આઇઆઇએફસીએલ પાસેથી મેળવીને સૌનો સાથ, સૌનો વિકાસ સંકલ્પ સાકાર કરી તેનો લાભ આગામી વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપને થાય તે દિશામાં કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો :લીંબડીનાં ભલગામડા ગામથી દારૂની 4752 બોટલો સાથે 4 ઝબ્બે

આ પણ વાંચો :રાજકોટ લોધીકા રાવકી નદીમાં તણાઈ કાર, 1નું મોત, 2 મહિલાનું કરાયું રેસ્ક્યૂ