Old phone-New Problem/ જૂનો ફોન બન્યો બન્યો નવી તકલીફનું કારણ

તમારી પાસે જૂનો ફોન હોય તો તેને ફોર્મેટ કર્યા વગર વેચાણ કરવાની ભૂલ ન કરતા, નહીં તો તમારી હાલત બગડી શકે છે. તમારા જ ડેટા માટે તમને કોઈપમ બ્લેકમેઇલિંગ કરી શકે છે. તેથી જૂની વસ્તુને નકામી ગણીને કાઢી નાખતા પહેલા જરૂરી તકેદારીઓ જો નહીં લો તો તે તમને મોંઘુ પડી શકે છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2 જૂનો ફોન બન્યો બન્યો નવી તકલીફનું કારણ

અમદાવાદઃ તમારી પાસે જૂનો ફોન હોય તો તેને ફોર્મેટ Old Phone-New Problem કર્યા વગર વેચાણ કરવાની ભૂલ ન કરતા, નહીં તો તમારી હાલત બગડી શકે છે. તમારા જ ડેટા માટે તમને કોઈપમ બ્લેકમેઇલિંગ કરી શકે છે. તેથી જૂની વસ્તુને નકામી ગણીને કાઢી નાખતા પહેલા જરૂરી તકેદારીઓ જો નહીં લો તો તે તમને મોંઘુ પડી શકે છે. તમે પોલીસના પગથિયા ગણતા પણ થઈ શકો છો.  શહેરમાં એક યુવતીને જૂનો ફોન ફોર્મેટ કર્યા વગર Old Phone-New Problemવેચવો ભારે પડી ગયો છે. તેની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવી પડી છે.
યુવતીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરીને જણાવ્યું હતું કે તેનું કમ્પ્યુટર હેક કરીને કોઈએ તેના જૂના ફોટા અને નંબરો લઈ લીધા છે. આ આરોપીઓ યુવતી સ્કૂલમાં ભણતી હતી તેના ફોટા અને વિડીયો તેની પાસે હોવાનું જણાવી તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતું. તેના પગલે સાઇબર ક્રાઇમ વિભાગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
શહેરમાં રહેતી યુવતીએ જૂનો ફોન વેચ્યો હતો. તેને ખરીદનાર Old Phone-New Problem વ્યક્તિએ આ ફોન ચાલુ કર્યો હતો. તે યુવતીએ ફોન વેચ્યા પહેલા ફોર્મેટ કર્યો ન હોવાથી તેના સ્કૂલ ફ્રેન્ડ્સના વિડીયો સહિત ફ્રેન્ડ્સ સાથેના ફોટા હતા. તેમા તેના નંબરો પણ હતા. તેનો નંબર પણ હોવાથી તે ફોન ખરીદનારે તેને ફોન કરીને હેકર તરીકે તેની ઓળખ આપીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતું.
તેણે તે યુવતી સમક્ષ જૂઠાણું ચલાવ્યું હતું કે તેણે તે યુવતીના કમ્પ્યુટરને Old Phone-New Problem હેક કરીને આ તસ્વીરો અને વિડીયો મેળવ્યા છે. તેનાથી ડરેલી યુવતીએ સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેના પગલે પહેલા કમ્પ્યુટરની તપાસ કરી હતી અને પછી તેમાથી કશું ન મળતા જૂનો ફોન ખરીદનારા શખ્સ જ આ પ્રકારે બ્લેકમેઇલિંગ આચરતો હોવાનું બહાર આવ્યું હતું. તેથી સાઇબર ક્રાઇમે તેની ધરપકડ કરી હતી. આમ જૂનો ફોન ફોર્મેટ કર્યા વગર વેચાણ કરવાનું પગલું યુવતીને બ્લેકમેઇલિંગ તરફ નોતરી ગયું હતું.

 

આ પણ વાંચોઃ SALANGPUR TEMPLE CONTROVERSY/સાળંગપુર મંદિરે વિવાદ વચ્ચે માંગ્યો બે દિવસનો સમય

આ પણ વાંચોઃ Big decision by Saints/લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠકમાં સંતો અને ઋષિઓ દ્વારા મોટો નિર્ણય, સ્વામિનારાયણના સંતો સાથે ક્યારેય નહી બેસીએ

આ પણ વાંચોઃ Ahmedabad Swaminarayan temple/સ્વામિનારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીનું અપમાન, સનાતની સંતોનો રોષ ચાલુ

આ પણ વાંચોઃ  Apple યુઝર્સ સાવધાન/એરટેગથી મહિલાનો પીછો કરનાર સાયબર ક્રાઈમમાં ફરિયાદ

આ પણ વાંચોઃ Surat/26 વર્ષ પહેલા કર્યો હતો હત્યાનો પ્રયાસ, વતનમાં પરત ફરતા જ પોલીસે કરી ધરપકડ