Apple યુઝર્સ સાવધાન/ એરટેગથી મહિલાનો પીછો કરનાર સાયબર ક્રાઈમમાં ફરિયાદ

રવિ ભાવસાર, અમદાવાદ Ahmedabad News: એપલ એરટેગ વડે મહિલાની સતામણી અને જાસુસી કરવાનો દેશનો સૌ પ્રથમ ગુનો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો છે.. એરટેગથી મહિલાનો પીછો કરનાર વિરુદ્ધ ફરિયાદ  પૂર્વ પ્રેમી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ  કારમાં એરટેગ મૂક્યું હોવાનો ખુલાસો  આઈફોનના નોટિફિકેશનમાં આરોપીનો ફૂટ્યો ભાંડો    અમદાવાદમાં એરટેગથી યુવતીનો પીછો કરનાર પૂર્વ પ્રેમી (Ex Boyfriend) […]

Gujarat
એરટેગથી મહિલાનો પીછો કરનાર સાયબર ક્રાઈમમાં ફરિયાદ એરટેગથી મહિલાનો પીછો કરનાર સાયબર ક્રાઈમમાં ફરિયાદ

રવિ ભાવસાર, અમદાવાદ
Ahmedabad News: એપલ એરટેગ વડે મહિલાની સતામણી અને જાસુસી કરવાનો દેશનો સૌ પ્રથમ ગુનો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો છે..

  • એરટેગથી મહિલાનો પીછો કરનાર વિરુદ્ધ ફરિયાદ 
  • પૂર્વ પ્રેમી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ 
  • કારમાં એરટેગ મૂક્યું હોવાનો ખુલાસો 
  • આઈફોનના નોટિફિકેશનમાં આરોપીનો ફૂટ્યો ભાંડો 

 

અમદાવાદમાં એરટેગથી યુવતીનો પીછો કરનાર પૂર્વ પ્રેમી (Ex Boyfriend) સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતીના ફોનમાં એરટેગ ફાઉન્ડ મુવિંગ વિથ યુના મેસેજ આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે બાદ યુવતીએ યુવક સામે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે. 

શહેરમાં રિયલ એસ્ટેટના વેપાર સાથે સંકળાયેલી યુવતીના ફોનમાં સતત એરટેગ ફાઉન્ડ મુવિંગ વિથ યુના મેસેજ આવી રહ્યા હતા. સતત મળતા મેસેજની તપાસ કરાવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ એરટેગ (Airteg) મારફતે કોઈ યુવતીની ગતિવિધિ પર નજર રાખતું હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ યુવતી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા તેના પૂર્વ પ્રેમી એ જ આ કારસ્તાન કર્યું હોવાનું સામે હતું. તેણે યુવતીની કારમાં એર ટેગ મૂક્યું હતું. તે આ એર ટેગની મદદથી યુવતીની ગતિવિધિ પર નજર રાખતો હતો.જે બાદ યુવતી સીધી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જ્યાં તેણે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ સાયબર ક્રાઇમ દ્વારા યુવતીની ફરિયાદ લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.