વડોદરા/ જીલ્લામાં કોરોના વિસ્ફોટ, ઈન્કમટેક્સ ઓફિસ અને પ્રાથમિક શાળામાં ૭૦થી વધુ કોરોના કેસ આવ્યા સામે

જીલ્લમાં ઈન્કમટેક્સ ઓફિસ અને પ્રાથમિક શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં કોરોનાનો શિકાર બન્યા છે. કોરોનામાં ખડે પગે સેવા બજાવતા શિક્ષકો કોરોનાની ઝપેટે ચઢી રહ્યા છે.  

Gujarat Vadodara Trending

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. રાજ્યમાં સતત કોરોના સંક્રમીતોનો આંક ફરી એકવાર વધી રહ્યો છે. ત્યારે રાજકીય અનેતાઓ અને કાર્યકર્તાઓ બાદ  બેંક કર્મચારી શિક્ષકો વિધાર્થીઓ અને હવે ઈન્કમટેક્સ ઓફિસના કર્મચારીઓ કોરોનાનો શિકાર બન્યા છે.

વડોદરા જીલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જીલ્લમાં ઈન્કમટેક્સ ઓફિસ અને પ્રાથમિક શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં કોરોનાનો શિકાર બન્યા છે. કોરોનામાં ખડે પગે સેવા બજાવતા શિક્ષકો કોરોનાની ઝપેટે ચઢી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે. 20થી વધુ કર્મચારીઓ થયાં કોરોના સંક્રમિત બન્યા છે. કોરોના વિસ્ફોટ થતા ઇન્કમટેક્સ ઓફીસ બંધ કરવામાં આવી છે. સેનેટાઈઝેશનની પ્રક્રિયા બાદ કામગીરી શરૂ કરાશે.

તો સાથે સાથે વડોદરા જિલ્લાનાં 50થી વધુ શિક્ષકો પણ કોરોના સંક્રમિત બન્યા છે. વાઘોડિયાનાં 19, પાદરાનાં 7, ડભોઇનાં 14 શિક્ષકો કોરોનાનો શિકાર બન્યા છે. સાવલી-શિનોરનાં 5 સહિત 50 શિક્ષકો સંક્રમિત થતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. અને કોરોના સંક્રમિત શિક્ષકો ની માહિતી મંગાવી છે. વડોદરા જિલ્લામાં 1071 પ્રાથમિક શાળાઓમાં 5500 શિક્ષકો હાલમાં ફરજ બજાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણી બાદ કોરોના કેસમાં સતત વધરો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કુલ કેસનો આંક પણ ૩ લાખની નજીક પહોચવા આવ્યો છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઇ અમદાવાદ જેવા શહેરમાં હોસ્પીટલમાં બેડની સંખ્યા પણ વધારવામાં આવી છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગઈ કાલે રાજ્યમાં 1790  કેસ સામે આવ્યા હતા. તો 8 દર્દીના મોત થયા હતા. હાલમાં રાજ્યમાં કુલ 8823 એક્ટિવ કેસ છે.  રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,92,169 પહોંચ્યો છે.