India vs Pakistan: Asia Cup 2023 શરૂ થઈ ગયો છે. આજે આ શાનદાર મેચ શ્રીલંકાના કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ વખતે ભારત અને પાકિસ્તાનની ટીમોને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. ભારતની પ્રથમ ઇનિંગ બાદ એશિયા કપની મેચ વરસાદના કારણે રદ કરવી પડી હતી. પાકિસ્તાનની બેટિંગની શરૂઆત પણ થઈ શકી ન હતી. આ રીતે બંને ટીમોએ 1-1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો. નેપાળને પ્રથમ મેચમાં હરાવ્યા બાદ પાકિસ્તાન હવે સુપર-ફોર માટે ક્વોલિફાય થઈ ગયું છે. જ્યારે ભારતની આગામી સોમવારે નેપાળથી છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 48.5 ઓવરમાં 266 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઈશાન કિશન અને હાર્દિકે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.
આ પહેલા ઈશાન કિશન (Ishan Kishan)અને હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ભારતીય ચાહકોના દિલ જીતી લીધા હતા. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિકે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 87 રનની ઇનિંગ રમી હતી. ઈશાને પાકિસ્તાન સામેની પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં 82 રન બનાવ્યા હતા. આ બંને સિવાય કોઈ ભારતીય બેટ્સમેન 20 રનના આંકને પણ સ્પર્શી શક્યો નહોતો. હાર્દિક અને ઈશાન પછી પણ બુમરાહ ત્રીજો ટોપ સ્કોરર હતો. તેણે છેલ્લી ઓવરમાં 16 રન ફટકારીને ભારતને 266 રન સુધી પહોંચાડ્યું હતું. રોહિત, ગિલ અને વિરાટ કોહલી સસ્તામાં આઉટ થયા હતા. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 10 ઓવરમાં 35 રન આપીને ચાર વિકેટ લીધી હતી. નસીમ શાહ અને હરિસ રઉફને ત્રણ-ત્રણ સફળતા મળી.
આ મેચમાં ઝડપી બોલરોએ સંપૂર્ણ 10 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનને આ મેચ જીતવા માટે 267 રન બનાવવાના છે.
બંને ટીમો 4 વર્ષ બાદ ODI ફોર્મેટમાં આમને-સામને છે. આ ફોર્મેટમાં છેલ્લી ODI વર્લ્ડ કપ મેચ 2019માં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયા 89 રનથી જીતી હતી (DLS મેથડ). તે મેચમાં ભારત તરફથી રોહિત શર્માનું બેટ જોરદાર રીતે ગર્જ્યું હતું.
