ગાંધીનગર: અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનના એક દિવસ પછી, ગુજરાત ભાજપ ઇલેકશન મોડમાં આવી ગયું છે અને જાહેરાત કરી છે કે તેણે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો 5 લાખથી વધુ મતોથી જીતી લેવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા થલતેજમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તાર કાર્યાલયનું ઉદઘાટન કરવા અમદાવાદ આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે બાકીના 25 મતવિસ્તારોના ચૂંટણી કાર્યાલયોનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન પણ કર્યું અને રાજ્યભરના ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા. ભાજપે એક જ દિવસે રાજ્યના 26 સંસદીય મતવિસ્તારમાં તેની 26 કચેરીઓનું ઉદઘાટન કર્યુ હતુ.
“ગુજરાતએ હંમેશા દેશમાં ભાજપના વિકાસમાં ફાળો આપ્યો છે. આ વખતે, અમે 5 લાખથી વધુ મતોના માર્જિન સાથે તમામ 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ તરીકે ચૂંટાશે તેમ ગુજરાત ભાજપ પણ ત્રણ વખત તમામ બેઠકો જીતવાનો રેકોર્ડ બનાવશે, એમ રાજ્ય ભાજપના પ્રમુખ સી આર પાટીલે બેઠકમાં જણાવ્યું હતું. ભાજપે 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીઓમાં 26 લોકસભા બેઠકોમાંથી દરેક જીતી હતી. આ વખતે પણ ભાજપ તેટલી જ બેઠક જીતીને હેટટ્રિક નોંધાવવા આતુર છે. તેની સાથે સતત ત્રીજી વખત એનડીએ સરકાર બહુમતીથી જીતે અને ભાજપની પણ બહુમતી હોય તેવી પ્રબળ આશા છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ