Not Set/ જુહાપુરામાં બેઠક પર શાંતિથી બેસવા મુદ્દે માથાકૂટ, બે ઈસમોએ તલવાર વડે એક પર કર્યો હુમલો

જુહાપુરામાં ગઈ કાલે સવારે બે ઈસમોએ તલવાર વડે એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવકને હાથના ભાગે તલવાર વાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને આ મામલે વેજલપુર પોલીસે ઘાયલ યુવકની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જુહાપુરાના સંકલિત નગર નજીક આવેલ સારણી કામદાર સોસાયટી પાસે શુક્ર વારની મોડી સાંજે બાકડા પર […]

Ahmedabad Gujarat
Untitled 4 જુહાપુરામાં બેઠક પર શાંતિથી બેસવા મુદ્દે માથાકૂટ, બે ઈસમોએ તલવાર વડે એક પર કર્યો હુમલો

જુહાપુરામાં ગઈ કાલે સવારે બે ઈસમોએ તલવાર વડે એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવકને હાથના ભાગે તલવાર વાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને આ મામલે વેજલપુર પોલીસે ઘાયલ યુવકની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુહાપુરાના સંકલિત નગર નજીક આવેલ સારણી કામદાર સોસાયટી પાસે શુક્ર વારની મોડી સાંજે બાકડા પર બેઠેલ ઇકબાલ ભાઈ  શેખની આદિલ નામના યુવક જોડે સામાન્ય કારણસર બોલાચાલી થઇ હતી. જોકે , આસપાસના લોકોએ માથાકૂટ આગળ વધે નહીં તે માટે વચ્ચે પડીને સમજાવટ કરીને મામલો થાણે પાડ્યો હતો. જો કે , આદિલે પોતાના મિત્ર મોઇન સાથે બીજા દિવસે ઇકબાલ ભાઈની દુકાને જઈને ફરીથી માથાકૂટ કરી હતી. જેમાં મોઇનની હાથમાં તલવાર હતી. અને તેણે ઇકબાલ ભાઈ  પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.

જેમાં તેમને એક ઘા હાથના કાંડાના ભાગે વાગી જતા તે લોહી લુહાણ થયા હતા. હુમલામાં ઘાયલ થયેલા ઇકબાલ ભાઈને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને આ મામલે વેજલપુર પોલીસે આદિલ અને મોઇન નામના બંને ઈસમો સામે ઇકબાલ ભાઈના કહ્યા મુજબ ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.

………રીઝવાન શેખ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.