Not Set/ કોણ કરી રહ્યું છે ભારતની પ્રતિબંધિત ચલણી નોટોનું ઓનલાઈ વેચાણ..?

વર્ષ ૨૦૧૭ માં અચાનક જ ભારતીય ચલણમાંથી 500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અને આ જૂની ચલણી નોટો સાથે રાખવી પણ ગુનો બને છે. ઓનલાઈન કમ્પની દ્વારા આ જ પ્રતિબંધિત ચલણી નોટોનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનો ચોકાવનાંરો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાઈનીઝ કંપની ક્લબ ફેક્ટરી દ્વારા  આ જૂની ચલણી નોટોનું […]

Gujarat Others
કીર્તિ પટેલ 1 કોણ કરી રહ્યું છે ભારતની પ્રતિબંધિત ચલણી નોટોનું ઓનલાઈ વેચાણ..?

વર્ષ ૨૦૧૭ માં અચાનક જ ભારતીય ચલણમાંથી 500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અને આ જૂની ચલણી નોટો સાથે રાખવી પણ ગુનો બને છે. ઓનલાઈન કમ્પની દ્વારા આ જ પ્રતિબંધિત ચલણી નોટોનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનો ચોકાવનાંરો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ચાઈનીઝ કંપની ક્લબ ફેક્ટરી દ્વારા  આ જૂની ચલણી નોટોનું ખુલ્લેઆમ બેરોકટોક રીતે ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે. 500 અને 1000ની જૂની નોટોનો સેટ ઓનલાઈન વેચાઈ રહ્યો છે. આ અંગે કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલના ચેરમેનનું ધ્યાન પડતા તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીનું કહેવું છે કે આ ચલણી નોટોને અત્યાર સુધી 97થી વધુ 500 અને 1000ની જૂની નોટોનો સેટ વેચાઈ ચૂક્યા છે. એટલે કે દોઢ લાખથી વધુ રૂપિયાની ગેરકાયદે ચલણી નોટો ભારતમાં ક્લબ ફેક્ટરી વેચી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.