ગુજરાત/ સામાન્ય પ્રજા-મુલાકાતીઓ હવે પાસ મેળવી સચિવાલયમાં પ્રવેશ મેળવી શકશે

રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોધાતા  મંગળવાર તા.ર૧મી સપ્ટેમ્બરથી નવા સચિવાલયના ગેટ નં-૧ અને ગેટ નં-૪ મારફતે મુલાકાતીઓ-નાગરિકોને પ્રવેશ પાસ થકી પ્રવેશ આપવામાં આવશે.

Top Stories Gujarat Others
સચિવાલય

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના નાગરિકો, સામાન્ય પ્રજાજનો, મંત્રીઓ, અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાએ મળી શકે તેવા પ્રજાહિતકારી અભિગમથી નવા સચિવાલય સંકુલ, સ્વર્ણિમ સંકુલ-૧,ર માં પ્રવેશ પાસ મેળવી મુલાકાતી પ્રવેશની પદ્ધતિ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.  સામાન્ય પ્રજાવર્ગો-નાગરિકો કોઇપણ હાલાકી વિના સરળતાએ મંત્રીઓ, સરકારી અધિકારીઓને મળી શકે તેવા ઉદાત્ત ભાવથી આ નિર્ણય કરેલો છે.

મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે આ અંગેની સૂચનાઓ જારી કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે મંગળવાર તા.ર૧ સપ્ટેમ્બર-ર૦ર૧થી કામકાજના દિવસો દરમ્યાન નવા સચિવાલય સંકુલમાં રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે. ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણના પરિણામે માર્ચ-ર૦ર૦થી નવા સચિવાલય સંકુલમાં મુલાકાતી પ્રવેશ પર મુકવામાં  આવ્યો હતો. આ નિયંત્રણો હવે કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

જો કે હવે રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોધાતા  મંગળવાર તા.ર૧મી સપ્ટેમ્બરથી નવા સચિવાલયના ગેટ નં-૧ અને ગેટ નં-૪ મારફતે મુલાકાતીઓ-નાગરિકોને પ્રવેશ પાસ થકી પ્રવેશ આપવામાં આવશે. એટલું જ નહિ, પ્રવેશ મેળવનારા નાગરિકો-મુલાકાતીઓને માસ્ક/ફેઇસ કવર પહેરવા તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા SOP નું પાલન જાહેર હિતમાં કરવા પણ અપીલ કરવામાં આવી છે.

Tips / આ સ્ક્રીન ગાર્ડનો ઉપયોગ ભૂલથી પણ નહિ કરતાં,  ફોનને થઇ શકે છે નુકસાન 

ચેન્નાઈ / ફોર્ડના ચેન્નાઈ પ્લાન્ટમાં ફરી શરૂ થશે ઈકોસ્પોર્ટનું ઉત્પાદન, જાણો શું છે કારણ

Technology / ભારતમાં આઇફોન આટલા મોંઘા કેમ વેચાય છે ?

Technology / ગૂગલ પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, આ નામથી બજારમાં આવશે