Junagadh News/ કોમી એકતાના પ્રતિક ઉપલા દાતારની જગ્યામાં ઉર્ષનો પ્રારંભ

જુનાગઢમાં 3200 ફૂટની ઊંચાઈ પર આવેલા ઉપલા દાતાર પર્વત પર કોમી એકતાના પ્રતીક દાતાર બાપુના ઉર્ષનો પ્રારંભ થયો છે.

Top Stories Gujarat Others

Junagadh News: જુનાગઢમાં 3200 ફૂટની ઊંચાઈ પર આવેલા ઉપલા દાતાર પર્વત પર કોમી એકતાના પ્રતીક દાતાર બાપુના ઉર્ષનો પ્રારંભ થયો છે જ્યાં ધામધૂમ પૂર્વક ઉજવણી શરૂ કરવામાં આવી છે…

જુનાગઢ એ સંત સુરા અને સાવજોની ધરતી છે અહીં તમામ તહેવારો કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાય છે જેનું કારણ છે એ જૂનાગઢમાં બે પર્વત આવેલા છે એક દાતાર અને બીજો ગિરનાર જેમાં દાતાર પર્વત 3200 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.. ઉપલા દાતારની જગ્યાથી તમામ લોકોની શ્રદ્ધા જોડાયેલી છે અહીં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એક સાથે ઉર્સની ઉજવણી કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાતાર બાપુના ઉર્સની 3200 ફૂટની ઊંચાઈ પર ઉજવણી શરૂ થઈ છે જેમાં ઉપલા દાતાર જગ્યાના મહંત ભીમ બાપુ ની ઉપસ્થિતિમાં પ્રથમ ચંદન વિધિ નું કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાતાર બાપુ જે અમૂલ્ય આભૂષણો ધારણ કરતા હતા તેની ગંગાજળ દૂધ વગેરે દ્રવ્યોથી અને બાદમાં આ આભૂષણોને ચંદનનો લેપ લગાડવામાં આવ્યો હતો એટલે કે ચંદન વિધિ કરાઈ હતી.. આ આભૂષણોને દર્શન માટે વર્ષમાં એક વાર જ ગુફામાંથી બહાર મૂકવામાં આવે છે.

ગત મોડી રાત્રે દાતાર પર્વત પર આ આભૂષણોની ચંદન વિધિ થઈ હતી જેમાં હજારોની સંખ્યામાં હિંદુ મુસ્લિમ સમાજના ભક્તો ઉમટી પડ્યા હતા અને દાતાર બાપુના દર્શન કર્યા હતા.

દાતાર પર્વત એ 3200 ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને જ્યાં જવા માટે 3000 સીડીઓ ચડીને જવું પડે છે પરંતુ દાતાર બાપુના દર્શન માટે ફક્ત જુનાગઢ થી જ નહીં જુદા જુદા શહેરોમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે ઉમટી પડે છે. ઉપલા દાતારના ઉર્સના પ્રારંભ નિમિત્તે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી સહિતના આગેવાનો અને પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી આ ઉર્ષ ચાર દિવસ સુધી ચાલશે અને જેમાં વિવિધ પ્રસંગો યોજવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં ગણેશ વિસર્જન દરમ્યાન યુવાન ડુબ્યો, 12 કલાકે મળ્યો મૃતદેહ

આ પણ વાંચો: જૂનાગઢમાં એક કરોડથી વધુ રકમની લૂંટથી ચકચાર

આ પણ વાંચો: જૂનાગઢ બાદ બનાસકાંઠામાં પણ દોઢ કિલો સોનાની સનસનાટીભરી લૂંટ