Gujarat News: એવું લાગે છે કે કોરોના મહામારીની અસર હજી પણ ચાલુ છે અથવા લોકો તે ત્રણ વર્ષમાં થયેલા આર્થિક નુકસાનમાંથી બહાર નીકળી શક્યા નથી. કોરોના દરમિયાન અને પછી દરેક વ્યક્તિ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. તેથી, જ્યારે ક્યાંયથી નાણાંની વ્યવસ્થા થઈ શકતી ન હતી, ત્યારે લોકોને છેલ્લા ઉપાય તરીકે પ્રોવિડન્ટ ફંડ (PF) માં જમા કરાયેલા નાણાં ઉપાડવાની ફરજ પડી હતી. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં આપવામાં આવેલા જવાબ મુજબ, ગુજરાતના લોકો દ્વારા 2018-19 થી 2022-23 સુધીમાં PFમાં જમા કરાયેલી રકમના 60 ટકા એટલે કે રૂ. 32 હજાર કરોડથી વધુ રકમ ઉપાડી લેવામાં આવી છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)માં 54 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 4,734 કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિમાંથી સૌથી વધુ રૂપિયા ઉપાડવામાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે.
ગુજરાતમાં કુલ રૂ. 54073 કરોડ પાંચ વર્ષમાં જમા થયા હતા અને તેની સામે રૂ. 32607 કરોડ ઉપાડી લીધા હતા. 2018-19ની સરખામણીમાં 2022-23માં PFમાં જમા રકમમાં 66 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન ઉપાડેલી રકમમાં 90 ટકાનો વધારો થયો છે. જેમાં રૂ. 2018-19માં 8355 કરોડ ઉપાડવામાં આવ્યા હતા અને તેની સામે રૂ. 4734 કરોડ ઉપાડી લીધા હતા. 2019-20માં રૂ. 9528 કરોડ મળ્યા હતા અને તેની સામે રૂ. 5322 કરોડ ઉપાડી લીધા હતા. 2020-21માં રૂ. 11,710 કરોડ મળ્યા હતા અને તેની સામે રૂ. 2021-22માં 6567 કરોડ ઉપાડવામાં આવ્યા હતા. રૂ. 10,576 કરોડ મળ્યા હતા અને તેની સામે રૂ. 7054 કરોડ ઉપાડી લીધા હતા. 2022-23માં રૂ. 13,905 કરોડ મળ્યા હતા. રૂ. 8929 કરોડ ઉપાડ્યા હતા.
ગુજરાતમાં 2018-19ની સરખામણીએ 2022-23માં પીએફમાં જમા થતી રકમ 66 ટકા વધી છે. જ્યારે આ દરમિયાન ઉપાડવામાં આવતી રકમમાં 90 ટકા વધારો થયો છે. દેશમાં પાંચ વર્ષમાં 9.89 કરોડ લાખ રૂપિયા પીએફમાં જમા થયા, જેની સામે 56 ટકા એટલે કે 5.50 લાખ રૂપિયા લોકો દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે. જેમાં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડની ત્રણેય યોજના ઇપીએફ, ઇપીએસ અને ઇડીએલઆઇ સામેલ છે.
આ પણ વાંચો:બોગસ સ્પોન્સરશીપ સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવનારા 9 ઓફિસરો ટર્મિનેટ
આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ
આ પણ વાંચો:વડોદરામાં ગેસ સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજની ઘટના, રસ્તો કરાયો બંધ
