આવી રીતે ભણશે ગુજરાત !/ અમદાવાદની શાળામાં ભુલકાઓને શિક્ષણને બદલે સફાઈ કરવાનો વારો આવ્યો

અમદાવાદના એક વિસ્તારમાંથી પ્રાથમિક શાળામાં બાળકો પાસેથી શિક્ષકો સાફ સફાઈ કરાવી રહ્યા છે.

અમદાવાદમાં ગુજરાતી શાળા નંબર 1 નો આ વિડીયો વાયરલ થયો છે. જેમાં શાળાએ ભણવા જતા ભુલકાઓને શિક્ષણને બદલે સફાઈ કરવાનો વારો આવ્યો છે

Ahmedabad Gujarat

બાળકોનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે, ભણવાની અને રમવાની ઉમરમાં તેઓ પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો છે જે બાદ આ વાત સામે આવી હતી, તમને જણાવી દઈએ કે અમદાવાદના એક વિસ્તારમાંથી પ્રાથમિક શાળામાં બાળકો પાસેથી શિક્ષકો સાફ સફાઈ કરાવી રહ્યા છે.

અમદાવાદમાં ગુજરાતી શાળા નંબર 1 નો આ વિડીયો વાયરલ થયો છે. જેમાં શાળાએ ભણવા જતા ભુલકાઓને શિક્ષણને બદલે સફાઈ કરવાનો વારો આવ્યો છે. આ વિડીયોમાં બાળકો શાળાની સફાઈ કરતા નજરે પડી રહ્યા છે. સરકાર પાસેથી એક હજાર કરોડનું બજેટ મેળવી બેઠેલા સંચાલકો બાળકો પાસે સફાઈ કરાવે છે. શહેરના કોઈ જાગૃત નાગરિકે સોશિયલ મિડીયામાં આ વિડીયો વાયરલ કર્યો છે. બાળકોના ભવિષ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હોય તેવું આ વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે.

આ વીડિયો વાયરલ થતાં સાથે જ જિલ્લા શિક્ષણ આલમમાં ચકચાર મચી છે. શાળામાં બાળકો ભણવા જતાં હોય છે અને ત્યાં ભણી ગણીને પોતાનું ભવિષ્ય બનાવતા હોય છે. પણ જો શિક્ષકો જ બાળકોને શિક્ષણ આપવાને બદલે સાફસફાઈ કરાવે ત્યારે આ શિક્ષણ ક્યાં જઈને અટકશે. તેનો બોલતો પુરાવો વાયરલ થયેલા વીડિયો દ્વારા જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :Ress Code For Temple/ ઉત્તરાખંડના ત્રણ મંદિરોમાં મહિલાઓ અને છોકરીઓ માટે લાગુ કરાયો ડ્રેસ કોડ

આ પણ વાંચો : Gujarat Weather/ ગુજરાતમાં ફરી બગડશે હવામાન, આગામી 24 કલાકમાં લોપ્રેશર બનશે ડિપ્રેશન