ગુજરાત સરકાર દ્વારા ધોલેરાને લઈ ખુબ સક્રિય અને આ મોટા પ્રોજેક્ટને સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે છે, ત્યારે આ પ્રોજેક્ટ અંગે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા અંગે જણાવ્યું કે, સરકારે ત્યાં 9 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો પણ માત્ર બાવળિયા મોટા થયા.
જો કે પરેશ ધાનાણીના આ પ્રહાર અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, બાવળિયા પણ રહેવા નહીં દઇએ. ધોલેરા વાયબ્રન્ટ બનશે, સિંગાપુર જેવું બનશે પણ થોડી ધીરજ રાખો.
આ પણ વાંચો :વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ફાડ્યું બિલ
બીજી બાજુ પાટણ યુનિવર્સીટી એમબીબીએસમાં રિએસેસમેન્ટમાં નાપાસને પાસ કરવાના કૌભાંડ મામલે પણ ધાનાણીએ પ્રહારો કર્યા છે. તેઓએ આ બાબતે માંગ કરી હતી કે,તપાસ કરવી જોઇએ કે પાટણમાં નકલી ડોકટરોથી માણસો મારવાનું કારખાનું કોણે ચલાવ્યું ?
આ મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ હતું કે, અત્યારે મહેસુલના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને તપાસ સોપાઈ છે.શિક્ષણ મંત્રીએ એવી ખાતરી આપી હતી કે, અમે કોઇને છોડીશું નહીં અને છાવરીશું પણ નહીં.
આ પણ વાંચો :વાંચો, ગુજરાતના ક્યાં બે ગામડામાં લાગ્યું સ્વૈચ્છિક લોકડાઉન
