દિલ્લીમાં ગુરુવારની રાત કારખાનામાં કામ કરી રહેલા લોકો માટે મોતનું મુખ બનીને આવી હતી. પશ્ચિમી દિલ્લીમાં મોતીનગર વિસ્તારમાં એક સીલીંગ ફેનના કારખાનામાં જોરદાર ધડાકો થયો હતો.
Delhi: A part of a factory collapsed at Sudarshan Park in Moti Nagar. Eight people have been rescued and sent to hospital so far. Rescue operation underway. pic.twitter.com/DoRRgBit4u
— ANI (@ANI) January 3, 2019
સીલીંગ ફેનના કોમ્પ્રેસરમાં ધડાકો થવાની ૬ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા જેમાં એક બાળક પણ શામેલ છે. ધડાકાને લીધે ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
#UPDATE DCP West Delhi: 6 dead so far in the incident at Sudarshan Park in Moti Nagar, where part of a factory collapsed. More details awaited. https://t.co/OlAvahGrdQ
— ANI (@ANI) January 3, 2019
પોલીસના જણાવ્યા પ્રમાણે રાત્રે ૮ વાગ્યે આ સમચાર મળ્યા હતા કે મોતીનગરમાં સુદર્શન પાર્કમાં આગના કારણે એક બિલ્ડીંગ ધરાશાયી થઇ ગઈ છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ સ્થળે પર પહોચી ગઈ હતી.
બચાવકાર્યકરો દ્વારા આઠ લોકોને બિલ્ડીંગની બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અત્યાર સુધી ૧૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીના કહેવા પ્રમાણે રેઓ હાલ કારખાનાની દરેક જગ્યાને સરખી રીતે તપાસ કરી રહ્યા છે જેથી કોઈ જો બિલ્ડીંગમાં ફસાયેલું હોય તો તેને સુરક્ષિત નીકાળીને હોસ્પિટલમાં દાખલ કરી શકાય.
