Ahmedabad News : ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મૃતકોના સંબંધીઓના ડીએનએ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 140 સંબંધીઓના DNAના નમૂના લેવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જેનો રિપોર્ટ આવતા ત્રણ દિવસ લાગશે એવું કહેવામાં આવી રહ્યું છે. જોકે, તેમણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા જાહેર કરી નથી. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા.
સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બપોરે 1:39 વાગ્યે ઉડાન ભર્યા પછી થોડીવારમાં જ ક્રેશ થઈ ગઈ હતી . વીડિયોમાં વિમાન અચાનક ઊંચાઈએ નીચે ઉતરતું જોવા મળ્યું હતું અને પછી ક્રેશ થયું અને આગ લાગી, ત્યારબાદ હવામાં ગાઢ ધુમાડો ઉછળતો જોવા મળ્યો હતો. “દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ કરવા માટે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે ડીએનએ નમૂનાઓ એકત્રિત કરવાની વ્યવસ્થા ગોઠવી છે. નજીકના પરિવારના સભ્યો, જેમ કે પીડિતોના માતાપિતા અથવા બાળકો, તેમના નમૂના આપવા માટે બીજે મેડિકલ કોલેજ ખાતે કસોટી ભવનની મુલાકાત લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ,”
રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું. તેમણે આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા તેની પુષ્ટિ કરી નથી. દ્વિવેદીએ એ પણ શેર કર્યું કે વિમાન સિવિલ હોસ્પિટલમાં કામ કરતા ડોકટરો અને બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના રહેણાંક ક્વાર્ટરમાં ક્રેશ થયું હતું. “ઘટનામાં ઘાયલ થયેલા પચાસ લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તે બધાની હાલત સ્થિર છે,” તેમણે ઉમેર્યું.
આ પણ વાંચો:અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા
