Rajkot News : ગુજરાતના ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત નીપજ્યુ હતું. બીજીતરફ વિજયભાઈ રપાણી સાથે એક દુખદ સંયોગ સર્જાયો હોવાનું જણાય છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના તમામ પર્સનલ વાહનોના નંબર 1206 છે, વર્ષો પહેલા ખરીદેલ તેમનું પ્રથમ વાહનનો નંબર 1206 હતો – જે તેમનો લક્કી નંબર માનવામાં આવતો. તેમની કાર અને સ્કૂટરના નંબર 1206 છે. આજની તારીખ પણ 12.06 છે, જે દિવસે તેમનું ભયાનક પ્લેન ક્રેશમાં કરૂણ મૃત્યુ નીપજ્યું છે.
અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં ગુરૂવારના રોજ એર ઈન્ડીયાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું. એવું કહેવાય છે કે આ પ્લેન ટેક ઓફ કર્યા પછી ક્રેશ થયું હતું. આ પ્લેન લંડન જઈ રહ્યું હતું. DGCA અનુસાર, આ પ્લેનમાં 12 ક્રૂ મેમ્બર સહિત 254 લોકો સવાર હતા. માહિતી અનુસાર, આ એર ઇન્ડિયાની AI 171 ફ્લાઇટ હતી. Flightradar24 અનુસાર, ટેક ઓફ થયાની થોડીક સેકન્ડોમાં આ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં હતા.
આ પણ વાંચો:અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા

