Radhanpur/ કલ્યાણપુરા પાસે સર્જાયો કાર અકસ્માત, 3નાં મોત

પાટણના રાધનપુરના કલ્યાણપુરા નજીક કાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં કારની અડફેટે 3 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. કચ્છ તરફથી આવતી કારે ગંભીર અકસ્માત સર્જ્યો છે.

Gujarat Others
  • રાધનપુરમાં અકસ્માતમાં 3 લોકોના મોત
  • કલ્યાણપુરાના પાટિયા પાસે અકસ્માત
  • કાર ચાલકે કાબૂ ગુમાવતા થયો અકસ્માત
  • કાર રોડ પરથી ખેતરમાં ઘુસી જતા 3 ખેડૂતોના મોત
  • અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી થયો ફરાર
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

પાટણના રાધનપુરના કલ્યાણપુરા નજીક કાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં કારની અડફેટે 3 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. કચ્છ તરફથી આવતી કારે ગંભીર અકસ્માત સર્જ્યો છે. કારચાલકે કાબુ ગુમાવતા ખેતર તરફ જતા ખેડૂતો પર કાર ફરી વળી હતી. જેના લીધે 3 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસથી સતત આવી અકસ્માતની ઘટનાઓ વધતી જઇ રહી છે. ત્યારે એક વાર ફરી અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં 3ના મોત નિપજ્યાં છે.