Mehsana News: મહેસાણા જિલ્લાના કટોસણ તાલુકાના રામપુરા ગામમાં (Katosan Rampura) છેલ્લા 10 વર્ષથી બંધ પડેલી પીવાના પાણીની ટાંકી હવે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે તેવી(Dangerous Water Tank) સ્થિતિમાં પહોંચી ગઈ છે. જર્જરિત હાલતમાં ઊભેલી આ ટાંકીની આસપાસ રહેણાંક મકાનો, આંગણવાડી (Anganwadi Safety)અને પશુઓના તબેલાઓ આવેલા હોવાથી ગ્રામજનો સતત ભયના માહોલમાં જીવન જીવી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Dangerous Water Tank: 10 વર્ષથી બંધ ટાંકી બની જોખમનું કેન્દ્ર

રામપુરા ગામમાં આવેલી પીવાના પાણીની ટાંકી છેલ્લા એક દાયકાથી ઉપયોગમાં નથી. લાંબા સમયથી જાળવણી ન થતા ટાંકીનું પ્લાસ્ટર અનેક જગ્યાએથી ઉખડી ગયું છે, જ્યારે અંદરના લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે. સમય જતાં માળખું વધુ નબળું બનતાં ગ્રામજનોમાં તેના ધરાશાયી થવાનો ભય સતત વધી રહ્યો છે.
આંગણવાડી અને રહેણાંક વિસ્તાર સૌથી વધુ જોખમમાં

જર્જરિત ટાંકીની (Water Tank Collapse) આસપાસ અંદાજે 15 જેટલા ખેડૂત પરિવારોના મકાનો આવેલા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે નજીકમાં જ આંગણવાડી આવેલી હોવાથી રોજ નાના બાળકોની અવરજવર રહે છે. ઉપરાંત આસપાસ પશુઓના તબેલાઓ પણ હોવાથી ટાંકી તૂટી પડે તો જાનમાલનું મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહીં
સ્થાનિક રહીશોનું કહેવું છે કે છેલ્લા બે-ત્રણ વર્ષથી સરપંચ, તલાટી અને પંચાયત તંત્ર સમક્ષ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં આજે સુધી જોખમી ટાંકીને તોડી પાડવા કે સુરક્ષિત બનાવવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
ગ્રામજનોની તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
સ્થાનિકોએ તંત્રને ચેતવણી આપી છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં જર્જરિત ટાંકીને તાત્કાલિક દૂર કરવામાં આવે અથવા જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે. ગ્રામજનોનું માનવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો કોઈપણ ક્ષણે મોટી જાનહાનિ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ-રાજકોટ હાઈવે ફરી શરૂ, બાવળામાં ટ્રેક્ટર પલટી જતાં 10 લોકોનો આબાદ બચાવ
આ પણ વાંચો: રહેણાંક મકાનમાં ચાલતું ડુક્કરનું ગેરકાયદે કતલખાનું ઝડપાયું, ડુક્કરના માસ સહિત એક બોલેરો જપ્ત
