Junagadh News/ સાસણમાં કોમન મેન બન્યા CM ભુપેન્દ્ર પટેલ, સ્થાનિક વેપારીઓને મળ્યા

જૂનાગઢ બાદ સાસણ ગીરમાં પહોંચેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) કોમન મેન બની બજારમાં ફર્યા, સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીઓ સાથે સંવાદ કર્યો.

Top Stories Gujarat Breaking News
CM Bhupendra Patel

Junagadh News:જૂનાગઢમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાસણ ગીરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમની સરળતા અને નિખાલસ સ્વભાવ સૌને સ્પર્શી ગયો હતો. સિંહ સદનમાંથી રાત્રે બહાર નીકળીને મુખ્યમંત્રી કોમન મેનની જેમ બજારમાં ફર્યા, સ્થાનિક લોકો અને વેપારીઓને મળ્યા તેમજ તેમની ખબરઅંતર પૂછતા સંવાદ કર્યો હતો.

તેમણે ગીરની પ્રખ્યાત કેરી પ્રોડક્ટ્સ, સિંહની પ્રતિકૃતિ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ અને સ્વદેશી સામાન વેચતા સ્ટોલ પર જઈ વેપારીઓને પ્રોત્સાહન આપ્યું હતું. વડાપ્રધાન (CM Bhupendra Patel)ની સાસણ મુલાકાત બાદ પ્રવાસીઓમાં થયેલા વધારા અને ગીરના વૈશ્વિક પ્રવાસન નકશા પર સ્થાન મેળવતા ગૌરવને લઈ મુખ્યમંત્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. બજારમાં સ્થાનિક લોકોની વચ્ચે બેસીને ચા પીતા મુખ્યમંત્રીની માનવતા અને સંવેદનશીલતા લોકોના દિલમાં ઘર કરી ગઈ હતી.

CM Bhupendra Patel એ વેપારીઓને પ્રોત્સાહન આપ્યું

મુખ્યમંત્રી જૂનાગઢમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ સાસણ ગીરમાં પહોંચ્યા હતા. ગઈ કાલે રાત્રે સિંહ સદનમાંથી મુખ્યમંત્રી એ બહાર નીકળી એક કોમન મેનની જેમ બજારમાં તેઓ લોકોને મળ્યા હતા. એટલું જ નહીં તેઓ ગીરની પ્રખ્યાત કેરી પ્રોડક્ટ સહિતની સ્થાનિક સ્વદેશી પ્રોડક્ટ, સિંહની પ્રતિકૃતિ વાળી હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીના સ્ટોલ પર પહોંચ્યા અને સ્વદેશી ચીજ વસ્તુઓ અને હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓને પ્રોત્સાહન આપ્યું.

ત્યાંથી આગળ વધીને મુખ્યમંત્રી માર્ગમાં લોકોને મળ્યા, લોકોના ખબર અંતર પૂછી તેમની સાથે વાતચીત પણ કરી. વડાપ્રધાન (CM Bhupendra Patel)ની સાસણની મુલાકાત બાદ સાસણમાં સતત પ્રવાસીઓનો વધારો થઈ રહ્યો છે અને સાસણ આજે વિશ્વના પ્રવાસન નકશા પર અંકિત થઈ રહ્યુ છે અને તેની સાથે સિંહ સંવર્ધનમાં સૌની સહભાગીતા સહિતની ગૌરવભરી ગાથા જાણીને મુખ્યમંત્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ-બહેનો સાથે પણ સંવાદ કરીને તેમને શુભકામના પાઠવી હતી. પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓને મળીને લોક લાગણીને સ્વીકારી મુખ્યમંત્રીએ તેમની સાથે બેસીને ચા પણ પીધી હતી.


આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીત, કર્ણાવતીમાં ઢોલ-નગારા સાથે ઉજવણી

આ પણ વાંચોઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું શિડ્યુલ જાહેર, ગુજરાતના 30 દિગ્ગજ નેતાઓ જશે દિલ્હી!

આ પણ વાંચોઃ ભાજપમાં નબીન પ્રયોગ પછી સંગઠનમાં થશે તળિયાઝાટક ફેરફાર