સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ચૂંટાયેલા રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત સ્ટેન્ડીંગ કમિટીએ ચાલુ નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કર્યું હતું. જેને સામાન્ય સભા અંતર્ગત સૌએ વધાવી લીધું હતું.આજે માર્ચ મહિનાના આખરી દિવસે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી. જેમાં નાણાકીય વર્ષ 2021-22 માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 2291.24 કરોડનું બજેટરજૂ કરવામાં આવ્યું હતું. બજેટને પદાધિકારીઓ અને કોર્પોરેટરો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર / વિધાનસભા ગૃહમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલની અચાનક લથડી તબિયત
મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને આ સામાન્ય સભા મળી હતી. જેમાં બજેટ મંજૂર કરવા, યથાવત કરવેરાને મંજૂરી આપવા, મિલ્કત વેરામાં દર વર્ષે અપાતી વળતર યોજના મંજૂર કરવા સહિતની 9 દરખાસ્ત મુકવામા આવી હતી.રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલના 2275.80 કરોડના બજેટના કદમાં 56.70 કરોડની યોજના ઉમેરવામાં આવી છે. જેમાં શાસકોએ ઘણી નવી યોજનાઓ પણ ઉમેરી હતી અને એ બજેટને સર્વાનુ મતે મંજુર કરવામાં આવ્યું હતું.

નંદીગ્રામ સંગ્રામ / મમતા બેનર્જી ગુંડી, ગદ્દાર છે, ફક્ત પગ બતાવીને વોટ માંગી રહી છે દીદી, શુભેન્દુ અધિકારના પ્રહાર
સામાન્ય સભામાં વિપક્ષના મહિલા કોર્પોરેટર દ્વારા વ્યવસાય વેરા માફીની માંગ કરી હતી. જો કે જયારે આ બાબતે સ્ટેન્ડિંગ ચેરમેને વિપક્ષના મહિલા કોર્પોરેટરને વ્યવસાય વેરાની માહિતી પૂછતાં વિપક્ષે ગોટા માર્યા હતા અને ચોક્કસ જવાબ આપી શક્યા ન હતા. જે બાબરે મેયરે કહ્યું હતું કે વિપક્ષના કોર્પોરેટર અભ્યાસ કર્યા વગર બજેટમાં આવ્યા હતા.
નવા SMS નિયમો / SBI, HDFC , ICICI, એક્સિસ જેવા ઘણાં બેન્ક ગ્રાહકોને 1 એપ્રિલથી થઇ શકે છે આ પ્રોબ્લેમ, રહો સાવધાન
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
