ગાંધીનગર પોલીસે પેથાપુરની ગૌશાળા પાસે રાતના સમયે અજાણ્યો શખ્સ દસ મહિના બાળકને મૂકીને ફરાર થઇ ગયો હતો આ ઘટનાની ગાંધીનગર પોલીસે ઝડપી તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં એક પછી એક મોટા ખુલાસો થઈ રહ્યા છે. બાળકના પિતાનું નામ સચિન દીક્ષિત છે. જ્યારે માતાનું નામ મહેંદી છે. હાલ મહેંદીને લઈને વધુ એક ખુસલો થયો છે. શિવાંશની માતા અમદાવાદના બોપલમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :જોઈ લો.. તરછોડાયેલા શિવાંશની માતા મહેંદીની તસવીર આવી સામે
શિવાંશનો જન્મ 10 ડિસેમ્બેર 2020ના દિવસે બોપલની ખાનગી હોસ્પિટલમાં થયો હતો. મહેંદીના માતા 10 વર્ષ પહેલાં ગુજરી ગયા હતાં. શિવાંશ જન્મથી જ તેના માસી અનિતા રાઠોડ સાથે રહે છે. મહેંદી પણ તેઓની સાથે જ રહે છે. સચિનના લગ્ન પહેલાં જ થઈ ગયા હતાં પણ છૂટાછેડા થઈ ગયા છે તેમ મહેંદીને જણાવી સબંધ બનાવ્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. મહેંદી અમદાવાદની અંદર ઇવેન્ટમાં ટેટુ બનાવવાનું કામકાજ કરતી હતી.
શિવાંશના પિતા બાદ હવે મહેંદીના સંબંધી મીડિયા સામે આવ્યા છે. મહેંદી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા માસી અનિતાબેન અને તેમના પતિ હિતેનદ્રભાઈના ઘરે રહેતી હતી. મહેંદી અઢી વર્ષથી બોપલમાં રહેતા તેના માસી અને માસા સાથે રહેતી હતી. બંનેની નજર સામે જ શિવાંશ મોટો થયો હતો. તેથી તેઓને શિવાંશ પ્રત્યે લાગણી જોડાયેલી છે.
આ પણ વાંચો :શિવાંશની માતાનું મૂળ વડોદરામાં, કંપનીમાં પિતા સચિન સાથે કામ કરતી હોવાની શંકા
આપને જણાવી દઇએ કે, સચિન દીક્ષિતના ઘરેથી રંગબેરંગી પથ્થરમાં લખાણવાળા બે સ્ટોનને લઇ રહસ્ય સર્જાયું છે. સ્ટોન પર ચિત્રમાં લખેલા લખાણમાં LOVE YOU માં અને અંગ્રેજીમાં RAVI લવ સચિન લખેલું જોવા મળ્યું છે. અંગ્રેજી ભાષામાં લખેલા અક્ષર રવિ કે રાવી તેને લઈને પણ સવાલો ઉઠ્યાં છે. અંગ્રેજીમાં લખેલો RAVI શબ્દ સૂચક માનવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર શિવાંશ કેસમાં સચિનની પત્નીની છેલ્લા ચાર કલાકથી પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં તપાસ દરમિયાન પોલીસને મોટી માહિતી મળી છે. તેમજ સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. જેમાં સચિન અને તેની પ્રેમિકા એક જ કંપનીમાં કામ કરતા હતા. તેથી પોલીસે હવે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર કેસમાં સચિન દિક્ષિતની પણ પૂછપરછ ચાલી રહી છે. જેમાં ગાંધીનગર એસપી મયૂર ચાવડા સચિનની પૂછપરછ કરી રહ્યા છે.
આ પણ વાંચો :દારૂના નશામાં એક યુવક રેલ્વેના ટ્રેક પર સુઈ ગયો, પછી જે થયું..
આ પણ વાંચો : ગાંધીનગરમાં સામાન્ય બોલાચાલી બાદ અજાણ્યા શખ્સોએ હોટલકર્મીની કરી હત્યા
