Not Set/ ઝારખંડમાં CRPF નું સ્પેશયલ ઓપરેશન – 3 નક્સલીઓ ઠાર, એક જવાન શહીદ

ઝારખંડના ગિરીડીહમાં બેલવા ઘાટ જંગલ વિસ્તારમાં  7 બટાલિયન સીઆરપીએફના જવાનોએ સ્પેશ્યલ ઓપરેશનમાં ત્રણ નક્સલીઓને ઠાર માર્યા હતા. ઠાર મરાયેલા નકસ્લીઓ પાસેથી એક AK-47 રાઈફલ, 3 મેગઝિન અને 4 પાઈપ બોમ્બ મળી આવ્યા છે. સીઆરપીએફના એન્કાઉન્ટરમાં 3 નક્સલીઓને ઠાર કરવામાં જવાનોને સફળતા મળી હતી. જો કે આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફના એક જવાન પણ શહીદ થયા છે. અધિકારીઓએ […]

Top Stories India

ઝારખંડના ગિરીડીહમાં બેલવા ઘાટ જંગલ વિસ્તારમાં  7 બટાલિયન સીઆરપીએફના જવાનોએ સ્પેશ્યલ ઓપરેશનમાં ત્રણ નક્સલીઓને ઠાર માર્યા હતા. ઠાર મરાયેલા નકસ્લીઓ પાસેથી એક AK-47 રાઈફલ, 3 મેગઝિન અને 4 પાઈપ બોમ્બ મળી આવ્યા છે. સીઆરપીએફના એન્કાઉન્ટરમાં 3 નક્સલીઓને ઠાર કરવામાં જવાનોને સફળતા મળી હતી. જો કે આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફના એક જવાન પણ શહીદ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા બળ અને નક્સલીઓ વચ્ચે બેલવા ઘાટ વિસ્તારના જંગલોમાં સવારે અથડામણ થઈ હતી, ત્યારે સીઆરપીએફની 7 બટાલિયન સર્ચ ઓપરેશન કરી રહી હતી.. એન્કાઉન્ટરમાં અત્યાર સુધી એન્કાઉન્ટર સ્થળેથી ત્રણ નક્સલીઓની લાશ કબ્જે કરવામાં આવી છે. સીઆરપીએફના જવાનો એન્કાઉન્ટર સ્થળે તપાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે દેશના ઘણા વિસ્તારોમાં નકસ્લી લોકસભા ચૂંટણીનો વિરોધ કરી રહ્યા હતા અને લોકોને વોટ ન આપવાની અપીલ કરી હતી.