મંતવ્ય ન્યૂઝ,
આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલી જેટ એરવેઝ માટે આજનો દિવસ ઘણો કપરો રહ્યો. જેટ એરવેઝના 110 કર્મચારીઓ એક સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. જેટ એરના 1600 પાઈલટમાંથી 1100 પાઈલટ નેશનલ એવિએટર્સ ગિલ્ડ સાથે જોડાયેલા છે. પાઈલટ, એન્જિનિયર અને સિનિયર મેનેજમેન્ટના તમામ સ્ટાફને છેલ્લા 3 મહિનાથી વેતન મળ્યું નથી.. જેથી આ કર્મચારીઓ ને હડતાલ કરવાની ફરજ પડી હતી. કર્મચારીઓની માંગ છે કે તેમને નવેસરથી નવી યોજના બનાવીને કંપની કામ કરાવે. હાલમાં તો જેટ એરવેઝની મુશ્કેલીનો ફાયદો હરીફ એરલાઈન્સ ઉઠાવી રહી છે. તે જેટએરવેઝના કર્મચારીઓને પાઈલટ્સોને 30% અને એન્જિનિયરોને 50% ઓછો પગાર ઓફર કરી રહી છે.
